Accident News વડોદરા ન્યૂઝ : વડોદરાની ખાનગી ટ્રાવેલ્સની બસમાં દર્શન અર્થે ગયેલા યાત્રીઓને અકસ્માત નડ્યો હતો. આજે બિહારના ફરાસાઈ ગામ પાસે બસને અકસ્માત થતા 15 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. તેમજ વડોદરાની એક પ્રવાસીનું મોત નિપજ્યું છે. અંદાજે 40 થી વધુ મુસાફરો ખાનગી ટ્રાવેલ્સની ટુરમાં પ્રવાસે નીકળ્યા હતા. વડોદરાના સાંસદે બિહારના સાંસદ સાથે ઘાયલોને તમામ મદદ કરવા ખાતરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની ખાનગી ટુર કંપનીની બસ બિહારના પ્રવાસે નીકળી હતી. જેમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. મધુબનીમાં સિલીગુડીથી ગયા જઈ રહેલી બસ તેજ ગતિથી આગળ વધી રહી છે.  આવામાં બસ અનિયંત્રિત થઈ હતી. જેથી બસ નેશનલ હાઈવે 57 પર 20 ફૂટ નીચે ખાડામાં જઈને પડી હતી. બસના નીચે પડતા જ મુસાફરોની ચીચીયારીઓ વિસ્તારમા ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા મુસાફરનું મોત નિપજ્યું છે. તો 15 થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલાના મૃતદેહને બિહારથી વડોદરામાં લાવવામાં આવશે.


અરબી સમુદ્રમાંથી બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, ટકરાશે કે નહિ તે જાણો


અકસ્માત બાદ ઘાયલ થયેલા તમામ મુસાફરોને અનુમંડલીય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તો ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી. મૃતક મહિલાનું નામ હંસાબેન (ઉંમર 59 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. 


તો બીજી તરફ, વડોદરાના સાંસદે બિહારના સાંસદ સાથે વાત કરી હતી. તેઓએ ઘાયલોને તમામ મદદ કરવા ખાતરી આપી. અકસ્માતમાં ઘાયલ થયેલાને તમામ પ્રકારની મદદ આપવાની બિહારના સાંસદે પણ ખાતરી આપી હતી. વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ બિહારના સાંસદ સાથે સતત સંપર્કમાં રહ્યાં. તેમજ જિલ્લા કલેકટર તેમજ ભાજપના કાર્યકર્તાઓ પણ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓની પડખે રહ્યાં છે. હાલ મુસાફરોને જમવા, દવા ઉપરાંત તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. 


ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મીઓએ કાયાપલટ કરી દીધી


ઉલ્લેખનીય છે કે, બસ 25 એપ્રિલના રોજ મુસાફરોને લઈને વડોદરાથી નીકળી હતી. આ તમામ પ્રવાસીઓ ઓરિસ્સાના જગન્નાથપુરી, કોલકાત્તા ગંગાસાગર થઈને સાંજે સિલીગુડી પહોંચ્યા હતા. આજે સિલીગુડીથી બસ બિહારના ગયા જિલ્લામાં જવા નીકળી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે 57 પર પાવર ગ્રીડ પાસે રસ્તા પરથી લગભગ 20 ફીટ નીચે જઈને ખીણમાં પડી હતી. આ બાદ મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. 


વીજ બિલ બચાવવા ગુજરાતના આ ગામે એવુ કર્યું કે, દેશના નક્શામાં અનોખા ગામ તરીકે ચમક્યું