બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં...’ કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરિયાત વર્ગ માટે સારુ બજેટ હશે - નાણામંત્રી
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, ત્યારે ગુજરાતના બજેટ અંગે બોલ્યા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. તમામ વર્ગને ઘ્યાનમાં રાખનારું બજેટ હશે. માછીમારો, આદિવાસીઓને ધ્યાને રાખીને બજેટ આવશે. નોકરિયાત વર્ગ માટે બજેટ સારું હશે. નવી યોજનાઓ અને વધારા સાથેનું બજેટ હશે.