આઈશા અને આશામાં ભેદ ન રાખે સરકાર... જાણો કોણે ટકોર કરીને કહી આ વાત
- ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આઇશા કેસની તપાસ પોલીસ યોગ્ય રીતે કરી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો
- આરીફે પોલીસ સામે સ્વીકાર્યું કે, તેણે જ આઈશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું
હિતલ પારેખ/ગાંધીનગર :આઈશા સ્યૂસાઈડ કેસ દેશભરમાં ગાજ્યો છે. ગુજરાતની આ દીકરીના આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા વધી હતી. ત્યારે હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં સતત બીજા દિવસે આઈશા (ayesha suicide case) પ્રકરણ ચર્ચાઈ રહ્યું છે. આજે વિધાનસભામાં ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આઇશા કેસની તપાસ પોલીસ યોગ્ય રીતે કરી રહી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો. પરંતુ સાથે જ તેણે રાજ્ય સરકાર (gujarat government) આઇશા અને આશામાં ભેદ ન કરે તેવું પોતે ઈચ્છી રહ્યા હોવાની વાત કરી હતી.
આ પણ વાંચો : ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું, સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો
ગ્યાસુદ્દીન શેખે ગૃહમાં કહ્યું કે, આઈશા કેસમાં પરિવારને ન્યાય મળવો જોઈએ. જે રીતે પોલીસ તપાસ કરી રહી છે અને તેનો મને સંતોષ છે. જવાબદાર લોકો સામે પગલા લેવા જોઈએ. પરંતુ આઈશા અને આશામાં સરકાર ભેદ ન કરે તેવી ટકોર તેણે રાજ્ય સરકારને કરી હતી. ગઈકાલે રાજ્યપાલના સંબોધન દરમિયાન ગૃહમાં આઇશા આત્મહત્યા કેસ પર ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી એક વ્યથિત કરતી ઘટના બની છે. આઇશા મારા વટવા વિસ્તારમાં રહેતી હતી. લગ્ન બાદ નાનો મોટો પ્રશ્નો થયો હતો, દહેજનો પ્રશ્ન પણ થયો હતો. દીકરીએ વીડિઓ બનાવી આત્મહત્યા કરી હતી. દરેક લોકો વ્યથિત થાય તેવી ઘટના હતી. કોઈ પણ ધર્મમાં આ ન ચલાવી લેવાય. દીકરીના પિતા અને પોલીસ સાથે ચર્ચા કરી છે. તેના પિતાએ સંતોષ વ્યક્ત કર્યો. સરકારે હિન્દૂ મુસ્લિમ નથી જોયું, આઆઇશા હોય કે આશા સરકાર સંવેદનશીલ છે.
આ પણ વાંચો : રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
તો બીજી તરફ, ગૃહમાં પછાત વર્ગ પર થતા અત્યાચારનો સવાલ ઉઠ્યો હતો. ગૃહમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે કહ્યું કે, રાજ્યમાં આજે પણ પછાત સમાજ પર થતા અત્યાચારને ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. સાબરકાંઠાના વડાલીમાં લગ્નના વરઘોડા માટે મંજૂરી લેવી પડે છે.
આઇશાના આપઘાતનો મામલામાં આરોપી આરીફને કોર્ટ સમક્ષ પોલીસે રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. આરોપી પતિ આરીફના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફનો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને તેને એફ.એસ.એલમાં તપાસ અર્થે મોકલાશે.
આ પણ વાંચો : ઘરનો મોભી નરેન્દ્ર સોનીએ જ બધાને ઝેર ભરેલું પીણું આપ્યું હતું, પછી પૌત્રને લઈને પલંગ પર સૂઈ ગયા હતા
પોલીસ તપાસમાં આરીફ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામા આવી રહ્યાં છે. પતિ આરિફ (ayesha arif khan) ને જ્યારે પોલીસે પૂછ્યું કે તે આઈશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. તો આરિફ તૂટી ગયો હતો અને પોલીસ સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેણે સ્વીકારીને કહ્યું હતું કે, હા મેં જ આઈશાને વીડિયો બનાવવા માટે કહ્યું હતું. એટલું નહીં તે આઈશા અને તેના બાળકને ઉછેરવા માગતો હતો.