Gandhinagar News : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ 
વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.


રામ મંદિર મહોત્સવનો આખો પ્લાન તૈયાર, જાણો 16 થી 22 જાન્યુઆરી સુધી શું શું થશે


ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછશે
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી  કરે તે માટેના પ્રયત્નો રહેશે.


નવા વર્ષની શરૂઆત માવઠાથી થશે : ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની આગાહી