અમદાવાદ :ગુજરાતમાં 21 ઓક્ટોબરે યોજાઈ રહેલી 6 બેઠકોની પેટાચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવાની છે. જેનુ ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી. ત્યારે ભાજપ, કોંગ્રેસ તથા એનસીપીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે વિજય મુહૂર્ત જાળવ્યું હતું. ફોર્મ ભરતા સમયે મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસનો હાથ પકડ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અપક્ષ ઉમેદવાર ઊંટ પર સવાર
થરાદમાં અપક્ષ ઉમેદવાર ઊંટ ઉપર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભરતભાઈ ચરમટા નામના સ્થાનિક ઉમેદવાર ઊંટ લઈને ફોર્મ ભરવા આવ્યા હતા. થરાદની સ્થાનિક સમસ્યાઓનું સમાધાન ન થતાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આમ, ઊંટ સાથેની તેમની સવારી આકર્ષણનું કેન્દ્ર બની હતી. 



અમરાઈવાડી કોંગ્રેસના ઉમેદવારનો અનોખો વિરોધ 
અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસ ધર્મેન્દ્ર પટેલની ટિકીટ ફાળવી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ફુલ હાર સાથે ડુંગળીનો હાર પણ પહેરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ડુંગળીના વધી રહેલા ભાવ મામલે તેઓએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો.



અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ફોર્મ ભર્યું
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ વેળાએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કે. સી. પટેલ સહિતના મંત્રીઓએ હાજર રહ્યા હતા. તમામ રાધનપુરમાં શક્તિ સંમેલન કર્યું હતું. જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હુતં કે, કોંગ્રેસ હવે ક્યાંય નથી, ભાજપની જીત નિશ્ચિત છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :