બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજ્યની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ અને કોંગ્રેસના મુખ્યાલયોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે. તો બીજી તરફ, પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. 26 સપ્ટેમ્બરના રોજ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. 


વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપમાં ધમધમાટ શરૂ, આવતીકાલે બેઠક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવાને લઈને કોંગ્રસ કાર્યલાય ખાતે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસના પાલડી પ્રદેશ કાર્યાલય ખાતે ઉમેદવારોના નામ નક્કી કરવા અંગે બેઠક યોજાશે. આ મીટિંગમાં પેટાચૂંટમીની 6 બેઠકોના ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરાશે. 6 બેઠકો માટે 49 લોકોએ ટિકીટની માંગ કરી છે. સ્ક્રીનીંગ કમિટીમાં એક બેઠક માટે બે નામની પેનલ તૈયાર કરવામાં આવશે. પેનલ તૈયાર કરીને દિલ્હી હાઇકમાન્ડને મોકલવામાં આવશે. એક તરફ કોંગ્રેસમાં 6 બેઠકો માટે 49 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ ભાજપમાં એકમાત્ર અમરાઈવાડી બેઠક પર જ 40 ઉમેદવારોએ દાવેદારી કરી છે. 


નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી જાણો


  • થરાદ બેઠક માટે 7 દાવેદારો

  • રાધનપુર બેઠક માટે 9 દાવેદારો

  • ખેરાલુ બેઠક માટે 6 દાવેદારો

  • બાયડ બેઠક પર 8 દાવેદરો

  • લુણાવાડા બેઠક પર 7 દાવેદારો

  • અમરાઈવાડી બેઠક પર 6 દાવેદારો


રાધનપુર બેઠક કોંગ્રેસ માટે છે ખાસ
રાધનપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. હાલ રાધનપુર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ખાસ છે. ભાજપ માટે આ બેઠક પર સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોર હોવાનું કહેવાય છે. ત્યારે વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અલ્પેશને ટક્કર આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.


ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જેમાં 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 1 ઓક્ટોબરે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 3 ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, 21 ઓક્ટોબરે મતદાન અને તેના બાદ 24 ઓક્ટોબરે મતગણતરી થશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :