ઝી મીડિયા/બ્યૂરો :ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ ચૂંટણી (byElection) યોજાશે. તો 10 નવેમ્બરે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ સાથે 8 બેઠકો મતવિસ્તારમાં ક્ષેત્રમાં આચાર સંહિતાનો અમલની જાહેરાત કરવામાં આવી.  


આ પણ વાંચો : રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનનું કૌભાંડ, સિવિલનો નર્સિંગ બોય જાતે ચિઠ્ઠી લખીને ઈન્જેક્શન બહાર વેચતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં ચૂંટણી થશે 
ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. 


દેશભરમાં 56 સીટ પર પેટાચૂંટણી યોજાશે
ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સીટ પર 3 નવેમ્બરના રોજ વોટિંગ થશે. અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. જોકે, ઈલેક્શન પંચે એ જાહેરાત કરી કે, આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર પેટાચૂંટણી નહિ થાય. જે સીટ પર પેટાચૂંટણી નહિ થાય તેમાં આસામની રંગપારા સીટ, સિબસાગર સીટ, કેરળની કુટ્ટુનાદ અને ચવારા સીટ, તમિલનાડુની તિરુવોટિયૂર, ગુડિયાટ્ટમ અને કેલિકટની સીટ છે. આ સીટ પર ક્યારેય ચૂંટણી કરવી તે અંગેનો નિર્ણય ચૂંટણી પંચ રાજ્યો સાથેની વાતચીત કર્યા બાદ લેશે. 


કોરોના મહામારી વચ્ચે ચૂંટણી કેવી રીતે યોજાશે 
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી. કોરોનાની મહામારી વચ્ચે કેવી રીતે ચૂંટણી કરાવવી, કેટલા તબક્કામાં કરાવવી, મતદાનમાં શુ વ્યવસ્થા રાખવી એ પડકાર રૂપ છે. સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે થાય એ તમામ પર ચર્ચા કરવામાં આવશે. આજે ચૂંટણીની તારીખોની જાહેરાત પછીની કાર્યવાહી અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. 


આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, પરંતુ લોકોની લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી 


ગુજરાતમાં કોરોનાના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ વનમાં મુલાકાતીઓનું માનવું છે કે, કોરોનાના સમયગાળામાં પેટાચૂંટણી જાહેર કરી છે, તો ચૂંટણી પંચે કોરોનાની પુરતી તકેદારી રાખવી જોઈએ. પેટાચૂંટણી દરમિયાન પૂરતા પ્રમાણમાં મતદાન થાય અને કોરોના સંક્રમિત ન વધે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તેવો મત લોકોએ વ્યક્ત કર્યો. 


આ પણ વાંચો : વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલું હલકી કક્ષાનું કામ કર્યું કે પાયા પણ બહાર આવી ગયા