અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠના ઈતિહાસમાં 100 વર્ષ બાદ કુલપતિ તરીકે ગવર્નર આચાર્ય દેવવ્રતની નિમણૂંકના વિરોધમાં ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યું છે. આજે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરશે, જે બાદ નિર્ણય કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે 9 ટ્રસ્ટીઓ જેમણે રાજીનામું આપ્યું?
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાંથી સુદર્શન આયંગર, મંદા પરીખ, કપિલ શાહ, માઈકલ મઝગાવકર, ઉત્તમ પરમાર, ચૈતન્ય ભટ્ટ, અનામીક શાહ અને નીતા હારડીકર નામના 8 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે. કુલપતિની નિમણૂકથી નારાજગી હોવાને કારણે રાજીનામાં આપ્યા છે તથા કુલપતિની નિમણૂકને લઈને રોષ પણ ઠાલવ્યો છે. 



ગૂજરાત વિદ્યાપીઠના ઇન્ચાર્જ કુલસચિવ નિખિલ ભટ્ટે ખુલાસો કરી જણાવ્યું કે, 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠની મંડળની બેઠક મળી હતી, જેમાં 9 ટ્રસ્ટીઓએ નિવેદન આપીને 8એ રાજીનામાં આપ્યા છે. રાજીનામાં આપનાર 8 ટ્રસ્ટીઓએ સાથે અન્ય 8 ટ્રસ્ટીઓ સંવાદ કરશે.