Gujarat Weather Update: બે દિવસથી કમોસમી વરસાદે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ આસપાસમાં ધુઆધાર બેટિંગ કરી. જોકે, બે દિવસની ઠંડક બાદ હવે ભારે અકળામણ અને ઉકળાટનો સામનો કરવો પડશે.  આજથી ફરી એકવાર ગુજરાતીઓને અકળાવશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે કરેલી આગાહી ખાસ જાણી લેજો. ખાસ કરીને અમદાવાદીઓ માટે આ આગાહી ખુબ જ મહત્ત્વની છે. કારણકે આજે હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માવઠા બાદ ઉકળાટઃ
છેલ્લાં બે થી ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ખાસ કરીને શહેરના કેટલાંક વિસ્તારોમાં તો ચોમાસા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એજ કારણ છેકે, અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ મેચ પણ એક દિવસે મોકૂફ રાખીને રિઝર્વ ડે પર યોજવી પડી હતી. જોકે, વરસાદ બાદ હવે ભારે ઉકળાટ અને બફારો થઈ રહ્યો છે.


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના કેટલાં વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદમાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે. આ યલો અલર્ટમાં ગરમીનો પારો સતત વધતો જશે. જેને કારણે અમદાવાદીઓએ કામ વિના બહાર ન નીકળાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. 


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. જે બાદ ધીરે ધીરે ગરમીમાં વધારો થઇ શકે છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારીના વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદની શકયતા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે, અન્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં થાય. પરંતુ 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ બે દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.


સાથો-સાથ એવી પણ આગાહી કરાઈ છેકે,  રાજ્યમાં હાલ વાતાવરણમાં રોજ પલટા આવી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે આજે એક આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આગામી 24 કલાક સામાન્ય કમોસમી વરસાદ શક્યતા છે. જે બાદ ગરમીમાં ધીરે ધીરે વધારો થશે. જોકે, રાજ્યમાં હાલ થોડા દિવસ માવઠું કે કરા પડવાની શક્યતા નથી.