Gujarat Weather Update In March : ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આખો ભીનો ભીનો રહ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો. પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જાઓ. એપ્રિલ મહિના માટે પણ ભયાનક આગાહી આવી ગઈ છે. એપ્રિલ મે મહિનો પણ કોરો નહિ જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવ્યા કરશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જોકે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહેવુ છે અંબાલાલ પટેલનું
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા કહ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22 થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 


ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા પહોંચવા કેટલો સમય લાગે છે? ક્યાં સૌથી વધુ મુસીબત આવે છે?


ગુજરાતમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આઁધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. 


  • 5-6 એપ્રિલ દરમિયાન પવન અને વંટોળ રહેશે.

  • 6 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં હવામાન પલટાશે

  • 15 એપ્રિલ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં આઁધી, વંટોળ આવશે. અહી વરસાદ પણ નોઁધાશે.

  • 23 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 

  • 2 થી 25 મે સુધી આંધી, વંટોળ અને વરસાદની શક્યતા છે


આફ્રિકાના ઉત્તરે આવેલા ભૂમધ્ય સાગરમાં વંટોળ ઉદભવતા રહે છે. આ કારણે દરિયા પર એકઠા થતા વાદશો, ભારતીય ઉપખંડના ઉત્તર પસ્ચિમ ભાગોમાં હિમાલયથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં વિખેરાય છે.ચ જેને કારણે વાતાવરણમાં પલટો આવે છે. આફ્રિકાના વંટોળ ભારતના વાતાવરણને ડિસ્ટર્બ કરે છે. તેથી આ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદ પડશે


મહેસાણાના ચૌધરી પરિવારને અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો, પહોંચે તે પહેલા જ મોત મળ્યું


ચોમાસા માટે સારા સમાચાર 
આ 2023 નાા વર્ષે ચોમાસામાં 94થી 95 ટકા જ વરસાદ પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું કેવુ જશે તેની આગાહી કરી છે. તેઓએ એપ્રિલ અને મે મહિનામાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.