Gujarat weather forecast : રવિવારે રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રવિવારે ગુજરાતના 28 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો. ડાંગમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. કચ્છના ગાંધીધામમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો,,,અમરેલીના બાબરામાં 1 ઈંચ તો ઊના, દેત્રોજ, ભચાઉમાં અડધો ઈંચ વરસાદ પડ્યો. ત્યારે જગતના તાત પર હજુ 2 દિવસ ઘાત છે. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોના પાકનો સોથ વાળ્યો છે. ઘઉં, કપાસ, બાજરી, એરંડા સહિત કેરીનો પાક માવઠાએ બગાડ્યો. CMએ સમીક્ષા બેઠક યોજી નુકસાનીની મેળવી માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.


સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે


હજુ 2 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. કચ્છ, ભાવનગર, અમરેલીમાં માવઠાની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી છે. મહીસાગર, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી કરવામા આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠાએ હદ કરી નાંખી છે. વરસાદ અને કરાવર્ષાને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેતરોમાં ઉભો તેમજ કાપેલો પાક પલળી ગયો છે. ખેતીને થયેલા નુકસાનનો અંદાજ માંડી શકાય તેમ નથી. 


આ કમોસમી વરસાદથી તમને એટલુ નુકસાન થશે કે તમે વિચારી પણ નહિ શકો


હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પણ માવઠું જવા વિશે કહ્યું કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં  વરસાદની આગાહી છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠામાંથી મુક્તિ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.