ચોમાસાની વધુ એક આગાહી : ગુજરાત સહિત 9 રાજ્યો માટે આનંદના સમાચાર, અહીંથી આગળ વધ્યો વરસાદ
Gujarat Weather Forecast : ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આપી આગાહી... મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં છુટોછવાયો પડ્યો વરસાદ... અનેક ગામોમાં વાવાઝોડાથી મોટું નુકસાન..
Ambalal Patel Prediction : આનંદની વાત એ છે કે, હવે દેશમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. 11 દિવસથી અટકેલું ચોમાસું હવે આગળ વધ્યું છે. આ સાથે જ દેશના 9 રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. છેલ્લા 11 દિવસથી દૂરના ટાપુઓ પર ચોમાસું અટકી પડ્યુ હતું, તે હવે બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે. જે રાહતના સમાચાર છે. આ કારણે દેશના 9 રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, મંગળવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. તેથી આગામી બે કે ત્રણ દિવસમાં દેશમાં તેની એન્ટ્રી થઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને આવરી લે છે. પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ છે. તેથી અન્ય રાજ્યોમાં પણ વિલંબ થઈ શકે છે. ગુજરાત સહિતના દક્ષિણના દરિયાકાંઠામાં હાલ હળવા વરસાદની ઝાપટાની આશા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ખેડૂતો પાસેથી દક્ષિણામાં માંગ્યુ એક વચન
2023 નું ચોમાસું કેવુ રહેશે
2023 નું ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, આ વર્ષે 10-12 આનીનો વરસાદ રહેશે. સામાન્ય રીતે પહેલાના સમયે કેટલી આનીનો વરસાદ પડશે તે જાણવા જાણકારો વડની વડવાઈઓ કેટલી ફૂટી તેના ઉપરથી માહિતી મેળવતા હોય છે. જો 4 આની વરસાદ પડે તો ઓછો વરસાદ પડે છે. 16 આનીનો વરસાદ શ્રેષ્ઠ વરસાદ ગણાય છે.
રોહિણીમાં વરસાદ રહે તો તે ચોમાસાની ગતિવિધિ માટે સારી ગણાય છે. જે પવન ફૂંકાય તેનાથી વરસાદ રેગ્યુલર શરૂ થાય છે. વરસાદના આ પડઘમ સારા છે. અરબ સાગરમાં પણ ચક્રવાત આવશે અને બંગાળ મહાસાગરમાં ચક્રવાત આવશે. આ ચક્રવાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તરફ જાય તો ભારે વરસાદ થતો હોય છે, અને ઓમાન તરફ જાય તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતો હોય છે. બે ચક્રવાતને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ ચક્રવાત આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે.
વેબસાઈટ પહેલા વોટ્સએપ પર જાહેર થયું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ, આ રીતે ચેક કરો
ચોમાસાની પેટર્ન જોઈએ તો આપણુ ચોમાસું સ્વતંત્ર નથી. આપણું ચોમાસું પેસિફિક મહાસાગરની અસર જોવા મળે છે. વાવાઝોડાને કારણે સારો વરસાદ રહેશે. જૂનમાં જે નક્ષત્ર છે, તે ચોમાસું લાવશે. જુન જુલાઈમાં સારો વરસાદ થશે. ઓગસ્ટમાં થોડો ઓછો વરસાદ રહેશે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેશે. નવેમ્બરમાં પણ આ હવાઓ ચાલશે, જેથી આ મહિનામાં પણ વરસાદ જોવા મળશે. 20 નવેમ્બરની આસપાસ ચક્રવાત આવશે. તેથી આ વર્ષ ચક્રવાતનું વર્ષ ગણાશે.
અંબાલાલ પટેલની આગાહી : આ ચોમાસું તોફાની બનશે, ચક્રવાતને લઈને આપ્યા મોટા સંકેત
આ ચોમાસામાં તોફાન આવતા રહેશે
ચોમાસાને લઇ અંબાલાલ પટેલની આગાહી કરી કે, આગામી 3 જૂન સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ વરસાદ પ્રિમોન્સૂન અથવા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે હોઈ શકે છે. 2023 નું ચોમાસુ મોટા ભાગે સારું રહેશે, પણ ચક્રવાત વારંવાર આવતો રહેશે. 3 -4 જૂને અરબસાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદ રહેશે, નવેમ્બરમાં પણ ચક્રવાત આવશે. ખેડૂતોના પાકને વરસાદ અને વાવાઝોડું ફૂંકાતા નુકશાન થઇ શકે છે.
આગામી 3 કલાક માટેની આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ આવશે
આગામી પાંચ દિવસ વરસાદ રહેશે
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે પણ આગાહી કરી કે, આગામી 24 કલાક ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદના વાદળો બંધાય છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે.