Ambalal Patel Prediction રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : બિપોરજોય વાવાઝોડું સીધુ કચ્છના જખૌમાં ત્રાટકવાનું છે. વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેશે. આવામાં હવે કચ્છના અનેક જિલ્લા વાવાઝોડાના ડરથી ખાલી થવા લાગ્યું છે. ત્યારે કચ્છના કેટલાક ગામડાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેથી સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રહેશે. દયાપર, નખત્રાણા, નલિયા, નારાયણ સરોવર, માતાના મઢ સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. આવશ્યક વસ્તુઓ સિવાય આજથી 16 તારીખ સુધી બજાર બંધ રાખવા હુકમ કરાયો છે. તેમજ દરિયાકિનારાની નજીકના ગામોને એલર્ટ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કલેક્ટરનું જાહેરનામું 
કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા સૂચના મુજબ, હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી " Bipar)y" વાવાઝોડું ઉદવેલ છે, જે ખાગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ચુકાવાની તથા ઉંચા દરિયાઈ મીજાઓ ઉછળવાની પ્રબળ શક્યતા હોઈ આ સમગ્ર કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર ગામોમાં બજારની તમામ દુકાનો/ગલ્લાઓલારીઓ બંધ કરવાનું અત્યંત જરૂરી જણાય છે. જેથી હું અમિત અરોરા, આઇ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ- ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ ના ન ૨)ની કલમ ૧૪૪ અન્વયે મને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા ગામોમાં બજારની તમામ દુકાનો/ગલ્લાઓલારીઓ બંધ કરવા હુકમ ફરમાવું છું.



અમલવારીનો સમય તથા વિસ્તાર
કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નીથા, કોઠારા, નખત્રાણામાં તા.૧૪/૦૬/૨૦૨૩ ના ક. ૨૦-૦૦ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ ના ક. ૦૬–૦૦ સુધી હુકમનો ખમલ કરવાનો રહેશે.


મેડીકલ સ્ટોર, દુધ વેચાણ કેન્દ્રો તથા પેટ્રોલપંપ ચાલુ રાખવાના રહેશે. ૨) આ જાહેરનામામાંથી કોઇ વ્યક્તિને અનિવાર્ય સંજોગોવસાત મુકિત આપવાની થાય તો તે અંગેના અધિકાર જેને પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. કોજદારી કાર્યરીતી અધિનીયમ ની કલમ - ૧૯૫ ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનો ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરીયાદ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ ઠંડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.



કચ્છમાં અત્યાર સુધીમાં 11,000 લોકોનુ સ્થળાતંર કરાયું 
સંભવિત બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાઈ વિસ્તારમાં લેન્ડફોલ થઈ શકે છે. સંભવિત જખૌ ખાતે તેનું લેન્ડફોલ થશે. હાલમાં વાવાઝોડું કચ્છના જખૌથી 280 કિલોમીટર દૂર છે. કચ્છના અબડાસા વિસ્તારમા દરિયામા કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 10 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તો પીંગલેશ્વર, છછી, જખૌ બંદર પર દરિયામા કરંટ જોવા મળ્યો હતો. તમામ દરિયાઇ વિસ્તારમા આમ નાગરીકોના પ્રવેશ પર વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. આવતી કાલે જ્યા વાવાઝોડુ ટકરાવાનુ છે, તે જખૌ નજીકનો દરિયો તોફાની બન્યો છે. અત્યાર સુધીમાં 11,000 લોકોનુ સ્થળાતંર કરવામાં આવ્યું છે. તો હાલમાં કચ્છમાં હોસ્પિટલમાં 1874 બેડ ઉપલબ્ધ છે. 270 જેટલી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. તો દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે અને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં રહેવા કરવાની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો કચ્છમાં કુલ 48000 ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સામાજિક સંસ્થાની મદદથી ફૂડ પેકેટ તૈયાર કરી શેલ્ટર હોમમાં મોકલવામાં આવશે. કચ્છમા એક કેન્દ્રીય અને બે રાજ્ય પ્રધાન પણ સ્ટેન્ડ બાય પર છે. નલિયા વિસ્તારમાં NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તો કચ્છનું વહીવટીતંત્ર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજજ થયું છે.



કચ્છને વધુ ટીમો મોકલાઈ 
કચ્છના જખૌ તરફ વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરવાનું છે. જેથી Ndrf ની વધારાની ટીમો કચ્છ જિલ્લામાં મોકલવાં આવી છે. આ ગાંધીનગરમાં નિર્ણય લેવાયો છે. બે ટીમ રાજકોટથી કચ્છ જિલ્લામાં મોકલવામાં આવી છે. ગાંધીનગરની રિઝર્વ ટીમ રાજકોટ મોકલાઈ છે. કચ્છ જિલ્લામાં કુલ 6 ટીમો રખાઈ છે. 15 ટીમો ગુજરાત બહાર એલર્ટ રાખવામાં આવી છે. હાલ 5 ટીમ ભટીંડા અને 10 અન્નુકુલામમાં રીઝર્વ રખાઈ છે.


કચ્છની આસપાસ ભારે નુકસાન થશે 
28 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે. અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે. પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ  કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.



જખૌના દરિયા કાંઠાના ગામોને ખાલી કરાવાયા 
બિપરજોય વાવાઝોડાની દહેશતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠાના ગામો ખાલી કરાવાઈ રહ્યાં છે. જખૌના બુડીયા ગામને ખાલી કરાવવા આવ્યું છે. અંદાજે 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નલિયા ખાતે આવેલી મોડલ ગર્લ્સ હાઇસ્કુલમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટરના અંતરે બુડિયા ગામ આવેલું છે. તેથી બુડીયા ગામ નજીક લાલા ગામના લોકોનો પણ સલામત સ્થળે ખસેડવામાં આવશે. નલિયામાં આવેલી મોડલ સ્કૂલમાં 24 રૂમ આવેલા છે, વધુ વ્યવસ્થાની જરૂર પડશે તો મરીન કમાન્ડોનું ટ્રેનિંગ સેન્ટર અને મોડલ ગર્લ્સ હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે.