Gujarat Weather Prediction :ગુજરાતભરમાં આજે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની ભારે અસર જોવા મળી છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટના ગોંડલમાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે આજે આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, મોરબી, કચ્છ,  પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આ સાથે જ 40 કિમી પ્રતિ ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો કે, 29 ને 30 એમ બે દિવસ જિલ્લા બહાર નહીં જવા કર્મચારીઓને તાકીદ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 29 અને 30 બે દિવસ ગાંધીનગરમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 


વેવાઈ-વેવણ ચર્ચામાં : વેવાઈના મૃતદેહને જોઈ વેવણને પણ આવ્યો હાર્ટ-એટેક


ઓખા-બેટદ્વારકા ફેરી બોટ બંધ કરાઈ
હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. ઓખાના દરિયા પર ભારે પવન અને કરંટને લઈ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચલતી ફેરી બોટ સવિઁસ બંધ કરાઈ છે. યાત્રિકોની સલામતીને ધ્યાન રાખી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સવિઁસ બંધ કરાઇ છે. 



પંચમહાલમાં ભારે પવનથી એક પરિવારનો લગ્ન મંડપ હવામાં ઉડયો હતો. ઘોઘંબાના પાલ્લામાં લગ્ન મંડપ ભારે પવનના કારણે ઉડ્યો હતો, અને બાદમાં જમીનદોસ્ત થયો હતો. પાલ્લા ગામના બોરિયા ફળીયામાં એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ લેવાયો હતો. વહેલી સવારથી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક છૂટાછવાયા કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા છે.      


મોરબીના હળવદમાં યાર્ડમાં ભારે વરસાદથી એરંડાનો પાક તણાયો હતો. હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરસાદથી એરંડા, ધાણા સહિતની જણસો પાણીમાં ગરકાવ થઈ હતી. ખેડૂતો પાસેથી વેપારીઓએ ખરીદેલો માલ તણાયો હતો. ઉનામાં વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. કેરી, મગ. અડદ અને તલના પાકને નુકશાન થયું છે. બે વર્ષ પહેલા આ વિસ્તાર માં આવેલ વાવાઝોડાએ કરેલ ખાનાખરાબી બાદ આ વર્ષે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો વરસાદે છીનવી લીધો છે.


હારીજ માર્કેટ યાર્ડમાં આજે હરાજીની કામગીરી બંધ કરાઈ છે. કમોસમી માવઠાની આગાહીને પગલે માર્કેટ યાર્ડ બંધ કરાયું છે. આજે વેપારીઓએ વિવિધ જણસોને ભરવાની કામગીરી શરુ કરી છે, જેથી તે વરસાદમાં બગડી ન જાય. ગત રોજ કમોસમી માવઠાને લઇ હારીજ માર્કટ યાર્ડમાં મોટી નુકશાની થઈ હતી. ખેડૂત અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પાણીમાં તણાયો તો કેટલોક બોરીઓમાં જ પલળી ગયો હતો. તેથી આ વખતે આગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે.