વેવાઈ-વેવણ ચર્ચામાં : વેવાઈના મૃતદેહને જોઈ વેવણને પણ આવ્યો હાર્ટ-એટેક
Trending News : સુરતના વેવાઈનું હાર્ટ-એટેકથી મોત... વેવાઈના મૃતદેહ જોઈ વેવાણને પણ આવ્યો હાર્ટ-એટેક, બે મોતથી પરિવારો શોકમાં ગરકાવ
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. તો સુરતના એક વેવાઈ વેવણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જેમાં વેવાઈના મૃતદેહ જોઈને વેવણને પણ હાર્ટ એટેક આવી ગયો હતો, જેમાં તેમનું પણ મોત નીપજ્યું હતું. પરિવારજનોમાં હાલ શોકનો માહોલ જોવા મળ્યો છે. એકસાથે બે લોકોના મોતથી પરિવાર હચમચી ઉઠ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક જ પરિવારના બે સભ્યોને એટેક આવી જતા બંનેના કરોડમાં નીપજ્યા હતા આ ઘટનાને લઈને પરિવારમાં શોકના ધેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય નરેશભાઈ ગુરવ ઘરે ચા પીને સવારે ફરવા નીકળ્યા હતા અને ઘરે આવ્યા બાદ અચાનક જ તેમની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. પરિવારના સભ્યો નરેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોપાલ નગર પ્લોટ નંબર 280માં રહેતા નરેશભાઈ સવારે ઊઠીને પેપર લેવા માટે ઘરથી બહાર નીકળ્યા હતા. પેપર લઈને ઘરે આવ્યા બાદ કીધું કે મને નાસ્તો કરવો છે અને ચા બનાવવા માટે કહ્યું હતું અને ચા આવ્યા બાદ અચાનક જ નીચે ઢળી પડ્યા હતા.
પરિવારજનો નરેશ ભાઈને દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમ છતાં પરિવાર તેમને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ ડોક્ટરો એક કલાક પ્રયત્ન કર્યો હતો. નરેશભાઈને બચાવવા દવા અને દુઆ બંને કામ લાગી નહીં. બાદમાં મૃતદેહ ઘરે લઈને આવ્યા એક કલાક બાદ એમની વહુની માતા એટલે તેમની વેવણ અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. 50 વર્ષીય વેવણ આશાબેન અંતિમ દર્શન માટે આવ્યા હતા, તેમને જોવા માટે બેસવાની અડધી મિનિટ બાદ તેમના મોઢામાંથી પણ ફીણ આવવા લાગ્યું હતું અને તેઓ પણ તે જગ્યા પર પડી ગયા હતા. બાદમાં તેમને પણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા , જ્યાં તેમનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું હતું.
સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો-
વર્ષ 2003 માં સર્ક્યુલેશન નામના એક જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થઈ, જેમાં જાણવા મળ્યું હતું કે જ્યારે સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે છે, ત્યારે મોટાભાગે છાતીમાં દુખાવો (Chest Pain) થવાના લક્ષણો નથી. તેના બદલે, સ્ત્રીઓમાં અતિશય અને અસામાન્ય થાક (Fatigue), ઉંઘની સમસ્યાઓ અને અસ્વસ્થતા (Anxiety) છે. અભ્યાસમાં સમાવિષ્ટ 80 ટકા મહિલાઓએ હાર્ટ એટેકના 1 મહિના પહેલાં ઓછામાં ઓછું એક લક્ષણ અનુભવ્યું હતું. સ્ત્રીઓમાં હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે