Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયુ છે. ધીમી ગતિએ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત પર વાવાઝોડાની સીધી રીતે અસર થવાની સંભાવના ઓછી છે. જો વાવાઝોડાની દિશા બદલાય તો ગુજરાત માટે સંકટ સર્જાઈ શકે છે. વાવાઝોડાનો ખતરો ટળતાં વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત પર વાવાઝોડાનો સીધી રીતે નથી કોઈ ખતરો. પરંતું તેની અસરના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી દરિયાકાંઠે પવન સાથે વરસાદની સંભાવના છે. પરંતુ વાવાઝોડું ગુજરાતના રસ્તા પરથી ખસી જતા ચોમાસાના આગમન માટે સારા સમાચાર છે. વાવાઝોડાને કારણે ચોમાસું લંબાયુ હતું, તે હવે આવી ગયું છે. દેશના લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. 8 જૂન, 2023ના દિવસે કેરળમાં મેઘરાજાનું આગમન થયું છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ 15 દિવસે ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે.


રત્ન કલાકારના પરિવારનો આપઘાત, જાહેરમાં મોત વ્હાલુ કરતા કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં આવી ગયું ચોમાસું 
ચોમાસાના આગમનને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, આજથી કેરળમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. આજે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. વાવાઝોડાની અસરને પગલે નવસારી, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હળવા વરસાદથી શરૂઆત થશે. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમી પવન અને વાવાઝોડાના કારણે વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દૂર હોવાથી લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ બાદમાં 30-35 km /h ની ઝડપે પવન ફૂંકાશે. મુંબઈ સુધી વરસાદ પહોંચે ત્યાર બાદ 7 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસશે.


ચોમાસાની ઝડપ વધશે 
આગાહીકાર અંબાલાલ પટેલે પણ ચોમાસાની આગાહી કરતા જણાવ્યું કે, વાવાઝોડાના કારણે 19 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે. ત્યાર બાદ 23, 24,  25 જૂન અને જુલાઈની શરૂઆતમાં વરસાદ રહેશે. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત 'બિપરજોય' પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. જો કે, તે સંપૂર્ણ 8 દિવસ મોડું પડી ગયું છે, પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે.


ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું : આ દેશ તરફ ફંટાયું, પણ તેની મોટી અસર જોવા મળશે


વાવાઝોડું બીજી તરફ ફંટાતા હવે કેરળમાં ચોમાસાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યાંથી વાવાઝોડું પસાર થવાનું હતુ તે રુટ પર વાદળછાયું વાતાવરણ છવાયું છે. બંગાળની ખાડી પર પણ ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. જે બતાવે છે કે, આગામી 24 કલાકમાં ચોમાસું પૂર્વોત્તર રાજ્યો સુધી પહોંચી શકે છે.


સુરતનો પોલીસ કોન્સ્ટેબલ ગુમ, દિલ્હી પોલીસ ઉઠાવી ગયાના 8 મહિનામાં કોઈ અત્તોપત્તો નથી