Ambalal Patel Prediction : વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાંથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે બિપરજોય વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. દ્વારકાના હર્ષદ અને જૂનાગઢના શેરિયાજ બારા ગામમાં લોકોનાં ઘરોમાં દરિયાનું પાણી ઘૂસ્યું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, જામનગર અને દ્વારકામાં 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


વાવાઝોડું સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમના સ્વરૂપે ટકરાશે
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતની વધુ નજીક બિપોરજોય વાવાઝોડું પહોંચી ગયું છે. બિપોરજોયની સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ પ્રતિ કલાક પાંચ કિલોમીટરની ઝડપે બિપોરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપોરજોય મુંબઇથી 540 પોરબંદરથી 360 દ્વારકાથી 400 નલિયાથી 660 અને કરાંચીથી 660 કિલોમીટર દૂર છે. 15 જુન બપોર બાદ કચ્છ અને પાકિસ્તાન વચ્ચેના દરિયાકાંઠે બિપોરજોય સીધું ટકરાશે. માંડવી અને કરાંચીની વચ્ચે વાવાઝોડું હિટ થશે. વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર રહેશે, જે 150 કિમી પ્રતિકલાક સુધી વધી શકે છે. હાલ બિપોરજોય એકસ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમના સ્વરૂપમાં છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે તેની તીવ્રતા ઘટેલી હશે. પરંતું વાવાઝોડું સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમના સ્વરૂપે ટકરાશે. 


 



 


ગુજરાતના વાવાઝોડા પર પીએમઓની નજર 
ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા પર ગુજરાત સરકાર ઉપરાંત PMO પર ચાંપતી નજર રાખી રહ્યું છે. PMO માંથી ગુજરાતની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કચ્છ પહોંચશે. તેઓ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની  સમીક્ષા કરશે. બિપરજોય વાવાઝોડાનો કચ્છ પર સૌથી વધુ ખતરો છે. 


 



 


કોસ્ટગાર્ડના 2 શિપ દરિયામાં રવાના કરાયા 
ચક્રવાત બિપોરજોયને સંભવિત અસરને પગલે ભારતીય તટ રક્ષક દળ સંપૂર્ણ તૈયાર છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા કોસ્ટગાર્ડ સંપૂર્ણ સજ્જ છે. કોસ્ટગાર્ડના પોરબંદર હેડક્વાર્ટરના 2 શિપ સિવાય તમામ શિપ દરિયામાં રવાના કરાયા છે. પેટ્રોલિંગ અને રેસ્ક્યુની સંભવિત કામગીરી માટે દરિયામાં અતિ દૂર તૈનાત કરાયા છે. દરિયા કાંઠેની કામગીરી માટે બે રેસ્ક્યૂ બોટ સહીત ક્વીક રિયાપોન્સ ટીમ તૈયાર રખાઈ છે. જરૂર પડ્યે અન્ય નાવિકો સાથેની ટીમ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. ડોર્નિયર પ્લેન, ધ્રુવ હેલિકૉપ્ટર દ્વારા સતત હવાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.