Ambalal Patel Prediction : ગુજરાતની વધુ નજીક આવી પહોંચ્યુ છે તોફાની સંકટ. હવે જખૌથી માત્ર 180 કિલોમીટર દૂર વાવાઝોડું છે. વાવાઝોડાએ પોતાની આગળ વધવાની ગતિ વધારી છે. સવારથી અત્યાર સુધીમાં વાવાઝોડાએ 40 કિમીનું અંતર કાપ્યું છે. હાલ 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. જખૌ બંદર પર વાવાઝોડાનું સૌથી વધુ સંકટ છે. આજે જ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાશે જેને પગલે રાજ્યમા અત્યારસુધી ૯૫ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે. સંભવિત વાવાઝોડા પ્રભાવિત દરિયા કિનારાના જિલ્લાઓમાંથી વહીવટી તંત્રનું મોટું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતર પામેલા નાગરિકોને સરકારી આવાસોની ઈમારતોમા રાખવામા આવ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જખૌ નજીક બિપરજોય ત્રાટકશે વાવાઝોડું
વાવાઝોડા લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે જખૌ નજીક બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. આજે 10 થી 12 બેફોર્સ માત્રમાં વાવાઝોડું આવશે, જે અતિ ગંભીરતાનું સૂચક છે. વાવાઝોડાનો ઘેરાવો 450-500 km હોઈ શકે છે. આજે બપોરથી સાંજ સુધીમાં વાવાઝોડુ લેન્ડફોલ થઇ શકે. ચિંતાનજનક બાબત તો એ છે કે, આ વરસાદ આગામી ચોમાસાને વિલંબકારી બનાવી શકે છે. વાવાઝોડાને કારણે સાંજે 7 વાગે સુધીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં થશે. જેમાં કચ્છ,  માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર થશે. કચ્છમાં વાવાઝોડું વધુ તબાહી મચાવે તેવી શક્યતા છે. આ વાવઝોડાની સુપર સાયક્લોનિક અસર ગજબની રહેશે. આજે સવારે ઝાંખડી વરસાદ આવ્યો છે, એટલે સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે. ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ ભારે વરસાદ રહેશે.


આખા મુંબઈ શહેર જેટલો છે બિપારજોય વાવાઝોડાનો ઘેરાવો, આ બીજી માહિતી જાણીને ચોંકી જશો


ખાદ્યતેલના ભાવોમાં વાવાઝોડું આવ્યું : સિંગતેલ, કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા