આખા મુંબઈ શહેર જેટલો છે બિપારજોય વાવાઝોડાનો ઘેરાવો, આ બીજી માહિતી જાણીને ચોંકી જશો

Gujarat Weather Forecast : દર કલાકે પાંચ કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 200 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે

આખા મુંબઈ શહેર જેટલો છે બિપારજોય વાવાઝોડાનો ઘેરાવો, આ બીજી માહિતી જાણીને ચોંકી જશો

Ambalal Patel Prediction : અરબ સાગરમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું હવે અતિગંભીર સ્થિતિમાં આવી ગયું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાથી માત્ર 8 કલાક દૂર છે. દર કલાકે બિપરજોય નામની આફત પાંચ કિલોમીટર નજીક આવી રહી છે. ગુજરાતના દરિયાકિનારાથી હાલ 200 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે છે. 6 જુન બાદથી વાવાઝોડાએ ગુજરાત તરફ આવવા માટે 1300 કિમીનું અંતર કાપ્યું છે. વાવાઝોડાનો કુલ ઘેરાવો 6 હજાર કિમી છે. એટલે કે વાવાઝોડાનો ઘેરાવો એક ગામ જેટલો નહિ, પણ મુંબઈ જેટલા શહેર જેટલો છે. 

આજે કચ્છમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. જોઈન્ટ ટાયફૂન વોર્નિંગ સેન્ટરના અપડેટ અનુસાર, જૂન 1998 ના ચક્રવાતનો રેકોર્ડ તોડીને અરબી સમુદ્રના ઈતિહાસમાં સૌથી લાંબો સમય ધરાવતું ચક્રવાત બન્યું છે. આ ચક્રવાત અંદાજે 190 કલાકથી અરબ મહાસાગરમાં સક્રિય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

આ વાવાઝોડાની અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. વાવાઝોડાનો ટ્રેક, તેની ગુજરાત તરફ આવવાની ગતિ અને મુસાફરીને લઈને ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે, આ વાવાઝોડાની ઉત્તર-દક્ષિણની લંબાઈ અંદાજે 1900 છી 2000 કિલોમીટરની છે. તો પૂર્વ-પશ્ચિમની લંબાઈ અંદાજે 1350 થી1400 કિમી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023

વાવાઝોડાનો ઉદય 6 જુનના રોજ કેરળ અને કર્ણાટકની પૂર્વ તરફ થયો હતો. તેના બાદથી આજે 15 જુન સુધી વાવાઝોડાએ 1300 કિમીની સફર કાપી છે. એટલે કે, 1300 કિલોમીટરની સફર કાપીને આજે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાનું છે. 

અરબી સમુદ્ર થઈ રહ્યો છે લાવા જેવો ગરમ
નિષ્ણાતો અનુસાર, અરબ સાગર વધુ ગરમ થઈ રહ્યો છે. જેને કારણે અરબ સાગરમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં વાવાઝોડું છે છતા તેનુ તાપમાન 31 થી 32 ડિગ્રી છે, જે સામાન્યથી એક ડિગ્રી વધારે કહેવાય. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news