વાવાઝોડું અને ચોમાસું ભેગા થશે તો શું થશે, અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 9 જિલ્લામાં હવામાન વિભાગે આપી વરસાદની આગાહી... ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ધાતક આગાહી... બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પડશે વરસાદ... તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પડી શકે છે વરસાદ
Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું હતું. જો કે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ પડશે. તો આ તરફ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં વરસાદ પડી શકે છે. આવામાં અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આજના 24 કલાક ગુજરાત માટે હજી પણ ભારે છે. આ 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ ધમરોળશે.
અંબાલાલ પટેલ દ્વારા એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વાવાઝોડાના કારણે થયેલો વરસાદ અને ચોમાસું બન્ને એક સમયે ભેગા થઈ શકે છે. હવામાન વિભાગે પણ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આજે ક્યાં ક્યાં રહેશે વરસાદ
બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ દ્વારા 48 કલાકની વધુ આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વાવાઝોડું હવે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેથી ગુજરાતમાં આજે શનિવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આ વરસાદ એટલો વધશે કે, ગુજરાતને જોડતી નદીઓમાં પણ પૂર આવવાની પણ શક્યતા છે.
ચોમાસા માટે અંબાલાલ પટેલની આગાહી
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
વાવાઝોડાની અસર 18 જૂન સુધી રહેશે
તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.