Ambalal Patel Prediction : ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ કાકાએ એવી આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. તેઓએ આવું કેમ કહીએ તે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે. હવે મૃગશેષ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા પાડવાની શક્યતા છે. જેનું સાયકલ 27 દિવસ ચાલશે. આ કાતરાઓ ઉભા કૃષિ પાકોને ખાઈ જતા હોય છે. હવે મારવાડના રણમાં તીડની ઉત્ત્પત્તિ થવાની સંભાવના છે. અષાઢ સુદ બીજના વાદળો રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પાડવાની શક્યતા છે. અષાઢ સુદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી થવાની શક્યતા
છે. 


રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs


ચોમાસું ક્યારે આવશે 
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 


ગુજરાતી યુવક પાર્થ પટેલની અમેરિકામાં ધરપકડ, અમેરિકન મહિલાને છેતરીને પડાવ્યા ડોલર્સ


તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. 


અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.


રથયાત્રા પહેલા મામાના ઘરેથી આવેલા ભગવાન માટે તૈયાર કરાયો આ ખાસ મેનુ