Ambalal Patel Prediction : ગુજરાતના માથેથી હજુ બિપોરજોય વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી. હવે બે દિવસમાં બિપરજોય વાવાઝોડું વધુ સક્રિય થશે. બિપોરજોયે દિશા બદલતા હવે પોરબંદર સહિત મુંબઈ, ગોવા અને કરાંચીના દરિયાકાંઠા પર વધારે ખતરો રહેશે. બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 604 કિલોમીટર દૂર છે. તે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે આજથી 15 જૂન સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલું આ ચક્રવાત સતત શક્તિશાળી બની રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરથી પાંચ દિવસ વરસાદની આગાહી છે, ત્યારે હવે રાજ્યમાં ચોમાસાનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. આજથી 2 દિવસ 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે. પવનની ગતિ વધીને 50થી 60 કિમી થવાની શક્યતા છે. 13 જૂને પવનની ઝડપ 70 કિમી થવાની શક્યતા છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે અનુમાન કરતાં જણાવ્યુ કે, આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 


મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે


આ દિવસોમાં વરસાદની આગાહી 
આગામી 10 થી 14 જૂન દરમ્યાન ગુરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને 30 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 11 જૂને 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂને 65  કિમિ અને 13-14 જૂને 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો તોફાની બની શકે છે. 11 થી 14 જૂને  ગુજરાતના કિનારે દરિયો અતિ તોફાની બની શકે છે. 10 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. 15 જૂન સુધી ગુજરાતના માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. 


મેડિકલમાં એડમિશનના નિયમો બદલાયા, NEET પરીક્ષામાં કરાયા આ મોટા બદલાવ


મુખ્યમંત્રીએ બેઠક યોજી 
બિપરજોય વાવાઝોડા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી. તેમજ પ્રશાસનના આગોતરા આયોજનની કામગીરીનું નિરીક્ષણ કર્યું. 13 જિલ્લાના કલેકટરનો સીએમ પટેલે માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ હાજર હતા. 


સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 


સમોસા ખાતાં પહેલાં વિચારજો, સમોસામાં ગાયનું માંસ ભરી વેચતો નરાધમ પકડાયો