Ambalal Patel Prediction : રાજ્યમાં ફરીથી એકવાર કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. 28 અને 29 તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આવતી કાલે અને પરમ દિવસે કમોસમી વરસાદની હવામાનની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં આજે શનિવારે પણ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના અનેક શહેરોમાં પવન ફૂંકાઈને વરસાદ આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. 


અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે


છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદની સ્વીચ પડી છે. આકાશમાં કુલર ચાલુ થયુ હોય તેમ વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વાતાવરણમાં આ પરિવર્તનની સાથે અનેક વિસ્તારોમાં શુક્રવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ આજે શનિવારે અને રવિવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.


ક્યાં ક્યાં વરસાદ આવશે 
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.


ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરમાં ભક્તોને વગાડવા માટે ઘંટ નથી, એક ભક્ત દ્વારા અપીલ


30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે 
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મુક્તિ મળશે. 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. વાતાવરણમાં સીધો 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે. આજથી ગુજરાતભમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આથી 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે. 


અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન


ખેડૂતોને પાક સાચવવા સૂચના અપાઈ
વાત કરીએ તો શુક્રવારે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે. શુક્રવારે વરસેલા વરસાદમાં અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં વિશાળ ભુવો પડ્યો હતો, જેમા આખી કાર જમીનમાં ધસી ગઈ હતી. 


IPL ની ફાઈનલ મેચમાં વરસાદ પડશે કે નહિ, અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી દીધી


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.


ભાજપનો માસ્ટર સ્ટ્રોક ! રૂપાણીને આપ ગુજરાતમાં ફસાવવા ગઈને આ નેતાની દિલ્હીમાં એન્ટ્રી