IPL ની ફાઈનલ મેચમાં વરસાદ પડશે કે નહિ, અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી દીધી
Gujarat Weather Forecast : 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ પર આઈપીએલ 2023 ની ફાઈનલ મેચ રમાશે... આ દિવસે વરસાદ પડશે કે નહિ જાણો શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
Trending Photos
Ambalal Patel Prediction : રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ યોજાવાની છે. આ મેચની ટિકિટ માટે અહીં પડાપડી થઈ રહી છે. ગુજરાતમાં ફાયનલની ટિકિટ માટે બ્લેકમાં ભાવ છતાં લોકોને ટિકિટ મળી રહી નથી. આજે ગુજરાત અને મુંબઈમાંથી વિજેતા ટીમ રવિવારે ચેન્નાઈ સામે ફાયનલ રહેશે. ધોનીની આ છેલ્લી આઈપીએલ હોવાની ચર્ચાને કારણે ફાયનલમાં ધોનીને રમતો જોવા માટે લોકો પડાપડી રહ્યાં છે. ગુજરાતમાં હાલ વરસાદની આગાહી હોવા છતાં સૌનું ટેન્શન અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઈનલ મેચ પર છે. ત્યારે રવિવારે અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઈનલ મેચમાં વરસાદ પડશે કે નહિ તે વિશે શુ કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
રવિવાર એટલે કે, 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ પર આઈપીએલ 2023 ની ફાઈનલ મેચ રમાશે. 28 અને 29 મેના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. તો એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ માટે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. તો ત્યારે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે.
28 મેએ અમદાવાદમાં નહિ પડે વરસાદ
27 થી 29 મે દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે. પરંતુ અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. તેથી આઈપીએલની મેચમાં વરસાદનું કોઈ વિધ્ન આડે નહિ આવે.
ચોમાસા પહેલાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે