Gujarat Weather Forecast : મે મહિનો પૂરો થતા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવ્યું છે. રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોચ્યો છે. રવિવારે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. તો ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, ડીસામાં 42.3 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગરમીનો પારો ઘટવાનો છે. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મળશે. આજથી તપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડો થશે. દરિયાઈ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન ઉભી થશે. જેને કારણે રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. આ દિવસોમાં 25/30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગઈકાલે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. 


ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે રાજ્ય મુજબ તારીખ સાથે કરી આગાહી