ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહી

Gujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
 

ગુજરાતમાં આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહી

Monsoon 2024 : આખા દેશમાં જે રીતે ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, તે જોતા દેશભરમાં હવે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કારણ કે, હવે ગરમીને સહન કરવી મુશ્કેલ બની રહ્યું છે. હવે એકમાત્ર વરસાદ જ ગરમીથી મુક્તિ અપાવી શકે છે. દેશના અંદામાન નિકોબાર ટાપુ પર તો સમય પહેલા ચોમાસાનું આગમન થઈ ગયુ છે. ત્યારે દેશમાં સમય પહેલા ચોમાસાની આગાહી કરાઈ છે. આ વચ્ચે કયા રાજ્યમાં ક્યારે ચોમાસાનો પહેલો વરસાદ આવશે તેનું લિસ્ટ આવી ગયું છે. આવો જાઈએ રાજ્યવાર લિસ્ટ, જેમાં કયા રાજ્યમાં કઈ તારીખે ચોમાસું આવશે તે જણાવાયું છે. 

સમગ્ર દેશ હાલ ગરમીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે હવે ચોમાસાની તમારી આતુરતાનો જલ્દી જ અંત આવી શકે છે. હાલમા જ એક ખુશખબરી આવી છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના નિકોબાર ટાપુમાં ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગની માનીએ તો જલ્દી જ ભારતમાં જ ચોમાસું આવી જશે. અંદામાન નિકોબાર ટાપુ પર 19 થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે તમને પણ તમારા રાજ્યમાં વરસાદન તાલાવેલી જાગી હશે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જુન સુધી દેશના કેરળ, પોંડિચેરી અને તમિલનાડુ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. જે સામાન્ય તારીખ બતાવવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં 5 જૂન સુધી વરસાદ આવી જશે. 

 

monsoon_zee.jpg

(Image - India Meteorological Department)
 
હવામાન વિભાગના અપડેટ અનુસાર, તેલંગણા, સિક્કિમ અને મહારાષ્ટ્રમા સામાન્ય રીતે 10 જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જાય છે. આ ઉપરાંત 15 જૂન સુધી ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી વરસાદ પહોંચવાની શક્યતા જણાવાઈ છે. 

રાજ્યોના નામ અંદાજિત તારીખ 

કેરળ, પુડુચેરી, તમિલનાડુ 1 જૂન 2024
કર્ણાટક, ગોવા, આસામ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ 5 જૂન 2024
તેલંગાણા, સિક્કિમ, મહારાષ્ટ્ર 10 જૂન 2024
ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, ગુજરાત, મધ્ય પ્રદેશ 15 જૂન 2024
ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ 20 જૂન 2024
દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન 30 જૂન 2024

આ પછી ચોમાસું આગળ વધીને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના બાકીના ભાગો અને ગુજરાતના બાકીના ભાગોમાં 20 જૂન સુધીમાં પ્રવેશ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, 25 જૂન સુધી, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના બાકીના ભાગોમાં ચોમાસું વરસી શકે છે.

ભારતમાં ચોમાસાનું સંભવિત આગમન 
આ સમય દરમિયાન, ચોમાસુ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના બાકીના ભાગોમાં પહોંચવાની અપેક્ષા છે. આ સિવાય જો દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગના મતે ચોમાસું 30 જૂન સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે રાજસ્થાનના બાકીના વિસ્તારોમાં તે 5 જુલાઈ સુધી પહોંચી શકે છે.

આ જિલ્લાઓમાં આવશે વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે.

અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news