Gujarat Weather Forecast : ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આ બંને હાલ ગુજરાતના માથા પર સંકટ બનીને મંડરાઈ રહ્યાં છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા છે. જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી ન શકાય. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


આ ફિલ્ડના લોકો ગુજરાતમાં બાયોડેટા તૈયાર રાખજો, 2 લાખ નવી નોકરીઓ આવવાની છે


રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


સરકારી નોકરી માટેની પરીક્ષાની પેટર્ન બદલાશે, નવા ચેન્જિસ વિશે હસમુખ પટેલે આપી માહિતી


હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.