રુંવાડા ઉભા થઈ જાય તેવા દિવસો ગુજરાતમાં આવશે, માવઠું અને ઠંડી એકસાથે તૂટી પડશે
Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી,,,, 25 અને 26 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં પડશે સામાન્ય વરસાદ
Ambalal Patel Prediction : આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી એટલે 20 તારીખથી 26મી તારીખ સુધી વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 25 થી 26 નવેમ્બર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કારચાલકો બેફામ : પોરબંદરમાં ફુલસ્પીડ કારની ટક્કરે મહિલા TRB જવાનનું મોત
25 નવેમ્બરની વાત કરવામાં આવે તો દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. 26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે.
- હાલમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.4 ડિગ્રી
- અમદાવાદ 20.8 ડિગ્રી
- ગાંધીનગર 19 ડિગ્રી
- વડોદરા 20 ડિગ્રી
- સુરત 23.6 ડિગ્રી
- ડીસા 19 ડિગ્રી
- કચ્છ ભુજ 17.7 ડિગ્રી
- ભાવનગર 21 ડિગ્રી
- દ્વારકા 20.6 ડિગ્રી
- ઓખા 24.8 ડિગ્રી
- પોરબંદર 20.7 ડિગ્રી
- રાજકોટ 19.7 ડિગ્રી
- વેરાવળ 21.8 ડિગ્રી
ક્યાં ક્યાં કમોસમી વરસાદ આવશે
હવામાન શાસ્ત્રીના અનુસાર, ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે. તો એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે.
કેવું મોત આવ્યું! હાઈવે પર ઉભેલી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી, 4ના મોત
ઠંડીની આગાહી
રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
સુરતની આ વડાપાઉ રેસિપી જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું-આ તો વડાપાવની હત્યા છે