Gujarat Weather Forecast : ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં આજથી ઠંડીનો પારો વધશે તેવી આગાહી છે. ઠંડીનો પારો 5 ડિગ્રી ગગડીને 15 થઈ શકે. તો બીજી તરફ ઉત્તરમાં બરફવર્ષાની આગાહી છે. આગામી 3 દિવસ ઠંડી બાદ ગરમી પડશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ઠંડી વધશે 
જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ રહી હોવાથી ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનો સક્રિય થશે. જેના કારણે આજથી ત્રણ દિવસ સુધી ઠંડી વધશે. હાલ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી છે. ઠંડી વધવાના કારણે ક્રમશઃ પારો ગગડશે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.


ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઉજ્જૈનથી પકડાયો, આખા સૌરાષ્ટ્રમાં દારુ સપ્લાય કરતો હતો


અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.


ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.


પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ