ફેબ્રુઆરી-માર્ચની આ તારીખો નોંધી લો, ગુજરાતમાં ફરી વરસાદની છે આગાહી, પરંતુ તે પહેલા આવ્યું ઠંડીનું મોજું
Weather Update Today : ગુજરાતમાં આજથી કાતિલ ઠંડીનો દોર શરૂ થવાનો છે... પરંતુ આ વચ્ચે અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે
Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવાની દિશા બદલાતા અચાનક ઠંડીનો પવન ફુંકાયો છે. સામાન્ય કરતા લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી બે દિવસ રાજ્યમાં આવી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી છે. બે દિવસ બાદ તાપમાન વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે. પરંતુ માંડ ઠંડી જશે, ત્યાં વરસાદની આગાહી છે. દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે.
ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરરસાદની આગાહી
દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આપવામાં આવી ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરાં પડવાની સંભાવના છે. તો પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે 24થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. તો કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબા ને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ છે.
પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર શું અસર થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 24, 25 અને 26માં વાદળવાયું આવશે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.
જનસંઘના સૌથી જૂના કાર્યકરનું નિધન, પરિવારે દેહદાન કરીને તેમની અંતિમ ઈચ્છા પૂરી કરી
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.
ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.
બેટદ્વારકા પહોંચાડતો સિગ્નેચર બ્રિજ કોઈ સામાન્ય પુલ નથી, આવી છે ખાસિયત