Gujarat Weather Forecast : રવિવારે અચાનક આવી પહેલા કમોસમી વરસાદે ગુજરાતમાં તબાવી વર્તાવી. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં સાડા ચાર ઈંચ અને ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ નોંધાયો. એટલું જ નહિ, આ માવઠું ઘાતક બની રહ્યું. કારણ કે, એક જ દિવસમાં ગુજરાતમાં મોતના માવઠાએ લીધો 18 લોકોનો ભોગ લીધો. જેમાં 17 લોકોનાં વીજળી પડવાથી મોત તો મહેસાણાના વીજાપુરમાં રિક્ષાચાલક પર ભારે પવનમાં ઝાડ પડવાથી એકનું મોત નિપજ્યું. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આજે પણ માવઠું ત્રાટકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની વરસાદની આગાહી 
જોકે, હવામાન વિભાગના અપડેટ અનુસાર, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હિમાચલપ્રદેશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે. આજે સોમવારે ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી, દમણમાં પણ માવઠું વરસી શકે છે. તો આજે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું વરસી શકે છે. તો ગાંધીનગર , અમદાવાદ, બોટાદમાં વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ છે. જોકે, આ વચ્ચે ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં અહીથી હટ્યા કમોસમી વરસાદના વાદળો


પરેશ ગોસ્વામીની આગાહી 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યના હવામાનમાં મોટી પલટો આવ્યો છે. 27 નવેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી માવઠાના વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, સુરેંદ્રનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમા વરસાદની આગાહી છે. કચ્છમાં પણ સામન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા વાદળછાયુ વાતવરણ અને હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમા પણ છુટાછવાયા વરસાદની આંશકા છે. આવામાં ખેડુતોના રવિ પાકને મોટું નુકસાન થશે. પાકમાં ફંગસ આવવાના કારણ નુકસાનની ભિતી છે. તેથી ખેડુતોને સાવચેતી રાખવાની સુચના છે. 26 અને 27 નવેમ્બર ગુજરાત માટે ભારે છે. 


સોમનાથમાં થયો ચમત્કાર : આકાશમાં મધ્ય રાત્રિએ 12ના ટકોરે બની અદભૂત ઘટના