હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં અહીથી હટ્યા કમોસમી વરસાદના વાદળો
Gujarat Rain : ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી,,, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ,,, ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે માવઠું,,,
Trending Photos
Gujarat Weather Forecast : રવિવારે અચાનક આવી પહેલા કમોસમી વરસાદે ગુજરાતમાં તબાવી વર્તાવી. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં સાડા ચાર ઈંચ અને ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ નોંધાયો. એટલું જ નહિ, આ માવઠું ઘાતક બની રહ્યું. કારણ કે, એક જ દિવસમાં ગુજરાતમાં મોતના માવઠાએ લીધો 18 લોકોનો ભોગ લીધો. જેમાં 17 લોકોનાં વીજળી પડવાથી મોત તો મહેસાણાના વીજાપુરમાં રિક્ષાચાલક પર ભારે પવનમાં ઝાડ પડવાથી એકનું મોત નિપજ્યું. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું તો સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આજે પણ માવઠું ત્રાટકશે.
વરસાદનું જોર ઘટ્યું
ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદનું આગમન થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભર શિયાળે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઈસ્ટર્ન ટ્રફ અને વેસટર્ન ડિસ્ટરબન્સની અસર ઘટી છે. ઈન્ડિયન મીટિરોલોજીકલ ડિપાર્ટમેન્ટે સેટેલાઇટ ઇમેજ શેર કરી છે. જેમાં હાલ ગુજરાત રાજ્યમાં, દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાદળો હટતા વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
જોકે, હવામાન વિભાગના અપડેટ અનુસાર, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હિમાચલપ્રદેશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી છે. આજે સોમવારે ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી, દમણમાં પણ માવઠું વરસી શકે છે. તો આજે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર જિલ્લામાં માવઠું વરસી શકે છે. તો ગાંધીનગર , અમદાવાદ, બોટાદમાં વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ છે. જોકે, આ વચ્ચે ઉત્તર ગુજરાત માટે રાહતના સમાચાર છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે.
17 લોકોના મોત થયા
ગુજરાતમાં માવઠું થવાના કારણે કુલ 17 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં સુરત 2, બનાસકાંઠા 2, તાપી 2, ભરૂચ 2, દ્વારકા 1, પંચમહાલ 1, સુરેન્દ્રનગર 1, અમરેલી 1, મહેસાણા 1, અમદાવાદ ગ્રામ્ય 1, સાબરકાંઠા 1, બોટાદમાં 1નું મોત, વીજળી પડતાં કુલ 16ના મોત નોંધાયે છે. તો મહેસાણામાં વૃક્ષ ધરાશાયી થતાં એક યુવકનું મોત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે