Gujarat Weather Forecast :  ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની વરસાદની આગાહી આવી ગઈ છે. કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતોની ચિંતા વધી જાય છે. વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે. એકાએક તાપમાન વધતા લોકો રાબેતામુજબ અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 4 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ કોઈ જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. 


આ છે ડબલ મીનિંગવાળા 3 સુપરહીટ ગીત, જેને ખુલીને કોઈની સામે નહિ ગાઈ શકો, છતાં ફેમસ થયા


આ દિવસોમાં વરસાદની આગાહી 
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.


90 સેકન્ડ માટે સ્ટોપ થઈ પૃથ્વીના મહાવિનાશની ઘડિયાળ, 2024 માં છે મોટો ખતરો


ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 


ગુજરાતના આ પ્રખ્યાત મંદિરનો ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો 1008 ફૂટનો ફૂલોનો હાર