Gujarat Weather Forecast : ગુજરાતના માથે હાલ કમોસમી વરસાદની ઘાત છે. ગુજરાત હાલ માવઠાની આફતનો સામનો કરી રહ્યો છે. ત્રણ દિવસની આગાહી વચ્ચે ગઈકાલે વરસાદનું જોર ઘટ્યુ હતું. ત્યારે આજે મંગળવારે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. પરંતું આ તો ટ્રેલર છે, અસલી પિક્ચર તો બાકી છે. કમોસમી વરસાદ જતો રહેશે એમ ન માનતા. કારણ કે, હવે તમારે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.  ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર એકાએક વધ્યુ છે અને આગાહી મુજબ હવે વધતુ જ જશે. ગુજરાતમાં ઠંડીનો પારો સતત નીચે જતો જશે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. તો નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વરસાદને લઈ કોઈ એલર્ટ નથી. રાજ્યમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ તાપીમાં હળવો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. તો ભાવનગર, બોટાદમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. 


વિલન વરસાદ વચ્ચે રિયલ હીરો બન્યા આ સુરતી સોસાયટીવાળા, 13 દીકરીઓ માટે પિયરીયા બન્યા


માવઠા બાદ હવે રાજ્યમાં ઠંડીનું જોર વધશે
ગુજરાતમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ પડ્યો.ત્યારે રાજ્યમાં માવઠાને લઈ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવેથી ઠંડીનુ જોર વધશે. કમોસમી વરસાદના કારણે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનું જોર વધશે. કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ શહેરમાં પણ 18 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 21 ડિગ્રી તેમજ નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


માનવામાં ન આવે તેવી ઘટના : કુદરતની કરામત કે વાતાવરણમાં પલટો, ભરશિયાળે આવી કેસર કેરી