Gujarat Weather Forecast : હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે. ઘરે-ઘરે શરદી-ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે નવી આકાશી આફત આવવાની છે. 7 ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા ઠંડી અને બાદમાં ગરમી આવશે 
હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આગાહી એવી છે કે, હાલ અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયાનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. પરંતું ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધશે. ત્યાર બાદ તાપમાનમાં ફરી વધારો થતા ગરમીનો અનુભવ થશે. 


જયેશ રાદડિયાએ જાહેરમાં લેઉવા પટેલોને આપ્યો ઠપકો : સમાજના નામે રાજકારણ રહેવા દેજો


ફેબ્રુઆરીના આ દિવસોમાં વરસાદ આવશે 
અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે. ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે. આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે. 


લગ્ન તો ન થયા, પણ સાથે મોત આવ્યું! લગ્નના બે મહિના પહેલા અકસ્માતમાં યુવક-યુવતીનુ મોત


સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 


ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 


મા ઉમિયાના ભક્તોમાં હરખાયા! ઉંઝા ઉમિયા મંદિરનો ઉચ્ચ કેટેગરીના તીર્થ સ્થાનમાં સમાવેશ