Monsoon 2024 Prediction : ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી આવી ગઈ છે. આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવશે. હવામાન વિભાગે કહ્યું- આ વર્ષનું ચોમાસું સારું રહેશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8-9 જૂન વરસાદ આવશે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 8-9 જૂને રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. તો ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. 


8 તારીખે ક્યા ક્યાં વરસાદની આગાહી
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવ અને સામાન્ય વરસાદની આગાહી છે. 


9 તારીખે ક્યાં ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર સામાન્ય વરસાદની આગાહી


ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, એક ક્લિક પર બધુ મળી જશે


પવન વધતા ગરમીમાં ઘટાડો થયો
રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે  ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.


આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.


ગુજરાતની એક નગરપાલિકાએ ચૂપચાપ વધારી દીધો વેરો, ડબલ બિલ જોઈને ગભરાયા નાગરિકો


આ દિવસથી શરૂ થશે પ્રિ-મોન્સૂન વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 


4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 


ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગ


ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે. 


ચૂંટણીના પરિણામ માટે જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?