શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ
Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની દરેક ખબર ZEE 24 કલાક બતાવશે સૌથી પહેલાં,,, દરિયા કાંઠાના 12 જિલ્લામાં અમારા 24 રિપોર્ટર તમારા સુધી પહોંચાડશે પળેપળની ખબર લાઈવ
Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. તે માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. જેમાં વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે. સમુદ્રમાં વાવાઝોડુ આવે ત્યારે તેની આસપાસના એક હજાર માઈલ સુધીમાં તેની અસર થતી હોય છે. દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી ૨ દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડુ આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનીની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. બંગાળના મહાસાગરમાં પણ એક સાઈકલ બની રહી છે, જેથી વાવાઝોડાની અસર વધશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ સુધી વાવાઝોડાની અસરના કારણે હળવો વરસાદ જોવા મળશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે, ભારે પવનો ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે, હળવાશથી લેવાની જરૂર નથી.
વલસાડના તિથલ ગામમાં ભારે પવનના કારણે સરોવરનું ઝાડ તૂટ્યું હતું. તિથલ બીચ થી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર સરોવરના ઝાડ તૂટતા રસ્તો બંધ થયો છે. રસ્તા ઉપર થી ઝાડ ન હટાવતા વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન છે.
કેન્દ્ર સરકારે એનડીઆરએફની ટીમ ગુજરાત મોકલી
કેન્દ્ર સરકારે એનડીઆરએફની વધુ ૨ ટીમ ગુજરાતને મોકલી છે. મહારાષ્ટ્રથી એનડીઆરએફની બે ટીમ ગુજરાત આવશે. મહારાષ્ટ્રથી આવનાર એનડીઆરએફની બે ટીમ રીઝર્વ રાખવામા આવશે. કચ્છ, જામનગર અને દ્વારકામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ૨-૨ ટીમ ડેપ્યુટ કરાઈ છે. જામનગર અને કચ્છ મા પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ૨-૨ ટીમ ડેપ્યુટ કરાઈ છે. ગીરસોમનાથ, જૂનાગઢ, મેરબી, પોરબંદર મા એસડીઆરએફ એનડીઆરએફ ની ૧-૧ ટીમ ડેપ્યુટ કરાઈ છે. તો રાજકોટ મા એનડીઆરએફ ની ૧ ટીમ રીઝર્વ મૂકાઈ છે.