હવામાન વિભાગની ચક્રવાતની ચેતવણી : ઓરેન્જ એલર્ટ જાહેર, દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટના પથ્થરો ઉખડ્યા
Gujarat Weather Forecast : 15 તારીખે બપોરે કચ્છ-સૌરાષ્ટ્રમાં ટકરાઈ શકે છે વાવાઝોડું....સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાના લેન્ડફોલની સંભાવના....વાવાઝોડાની અસરથી રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગની આગાહી....સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા...
Trending Photos
Ambalal Patel Prediction : 25 વર્ષ બાદ ગુજરાતે ફરી એક મોટી કુદરતી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક એવું સંકટ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે, જેને રોકવું શક્ય નથી, બસ તેનો સામનો કરીને બચી શકાય તેમ છે. છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં સતત દિશા અને ગતિ બદલતું બિપરજોય વાવાઝોડું હવે નક્કર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો આ વાવાઝોડાનું ટાર્ગેટ છે. ચિંતાની વાત એ છે કે વાવાઝોડું જમીન પર ટકરાશે ત્યારે તેની ગતિ 1998માં કંડલામાં વિનાશ વેરનાર વાવાઝોડા જેટલી જ હશે. ત્યારે બિપરજોયને લઇ લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. બિપરજોય સાયક્લોન માટે આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
બિપોરજોય વાવાઝોડાની સાયક્લોન એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મની સ્થિતિ હજી પણ યથાવત છે. હાલ સાયક્લોન 5 km/h ની ઝડપથી ઉત્તર દિશા તરફ વધી રહ્યું છે. બિપોરજોય હાલ પોરબંદરના કાંઠેથી 340 km દૂર, દ્વારકાથી 380 km દૂર, જખૌ બંદરેથી 460 km દૂર છે. 15 મી જૂને બપોર સુધીમાં સાયક્લોન પાકિસ્તાનના કરાંચીથી ગુજરાતના માંડવી વચ્ચે ટકરાશે. આ સમયે 125- 135 km/h પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા પર PMOની નજર#CycloneBiparjoy #CycloneAlert #Gujarat pic.twitter.com/Lj5wNP6xYb
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023
હવામાન વિભાગનો મેસેજ
12મી જૂન 2023 ના સવારે 5.30 કલાકના ISTના આધારે, પૂર્વમધ્ય અને અડીને આવેલા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી (ઓરેન્જ મેસેજ) પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર આવેલ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લા 6-કલાક દરમિયાન 05 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યો હતો અને આજે, 12મી જૂન, 2023ના રોજ પૂર્વ મધ્યમાં 0530 કલાકે કેન્દ્રિય છે. અને સંલગ્ન ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અક્ષાંશ 19.2°N અને રેખાંશ 67.7°E, પોરબંદરથી લગભગ 340 કિમી દક્ષિણ-પશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી 380 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ, જખાઉ બંદરથી 460 કિમી દક્ષિણે, 470 કિમી દક્ષિણ-દક્ષિણ અને નલિયાથી 470 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કરાચી (પાકિસ્તાન). તે 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 15મી જૂનની બપોર સુધીમાં માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના દરિયાકાંઠાને પાર કરીને 15મી જૂનની બપોર સુધીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે તીવ્ર ચક્રવાત વાવાઝોડું છે.
વાવાઝોડાની તીવ્રતા વધતા સિગ્નલ બદલાયા
સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરો પર ૪ નંબરનું સિગ્નલ લગાવવા સૂચના આપી દેવાઈ છે. તો દક્ષિણ ગુજરાતના બંદરો પર ૨ નંબરોનું સિગ્નલ લગાવવા સૂચના અપાઈ છે. દરિયાના મોજા ૩ મીટરથી વધુ રહેશે. પવનોની ગતિ ૧૨ જૂનના રોજ ૬૫ કિમીથી વધુ રહી શકે છે. તો ૧૪ અને ૧૫ જૂન પવનોની ગતી ૧૨૦ થી ૧૪૫ રહેવાની સંભાવના છે.
વાવાઝોડાના અપડેટ
- જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયા હાટીનાના અંદાજીત 47 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
- હર્ષ સંઘવીએ યાત્રાળુઓને 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની આપીલ કરી
- ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરને પગલે 4 દિવસ હાલમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઇટો ઉપર સ્લેબના સેન્ટીંગ કામો ન કરવાની સૂચના અપાઈ
- દ્વારકાના ગોમતી ઘાટ પાસે 20 ફૂટથી ઉંચા મોજા ઉછળતા ઘાટના પથ્થરો ઉખડી ગયા
- દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી
- દ્વરકામાં 1 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દેવાયા છે
- કોઈપણ વ્યક્તિ સમુદ્રના પાણીમાં ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો
- પોરબંદરમાં વાવાઝોડાને પગલે કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે જેથી લોકો એકઠા ન થાય
સોમનાથનો દરિયો શાંત
સોમનાથ પંથકના વાતાવરણમાં કાલની સરખામણીમાં કોઈ ખાસ અંતર નથી દેખાયું. સાયક્લોનના કારણે થતી નુકસાનીથી હાલ સોમનાથ સુરક્ષિત છે. સોમનાથમાં વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય છાંટા પડી રહ્યા છે. તો સોમનાથના દરિયામાં કાલ જેવા જ કરંટ જોવા મળી રહ્યા છે. હાલ 10 ફૂટ ઊંચા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે. સોમનાથના દરિયા કિનારે પવનની ગતિ સામાન્ય કરતા વધુ નોંધાઈ છે. હાલ સ્થાનિકોને સ્થળાંતરણ કરવા માટે કોઈ આદેશ નથી કરાયા. સમય અને પરિસ્થિતિ મુજબ જિલ્લા તંત્ર તરફથી નિર્ણય લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે