સપના શર્મા, અમદાવાદઃ રાજ્યમાં અમુક જગ્યાએ ગરમીની સિઝનમાં પણ ચોમાસા  જેવો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈંજ્યુઝ સાઇઝર એક થતાં કમોસમી વરસાદ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદ, સાબરકાંઠા, ભાવનગર, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચો- જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ નથી મળ્યું મુસાફરી ભથ્થુ? હસમુખ પટેલે આપી આ માહિતી


તો 3 મે બુધવારે રાજ્યના બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, ડાંગ અને સુરતમાં વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભારે પવન પણ ફુંકાઈ શકે છે. તો 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જેવા વિસ્તારમાં પાંચ મેએ વરસાદ થઈ શકે છે. 


ક્લાઈમેટ ચેન્જને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 6 મેએ રાજ્યના ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જને કારણે રાજ્યના વાતાવરણ પર સતત અસર પડી રહી છે. એટલે તો ગરમીની સીઝનમાં પણ વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદની અસર ખેડૂતો પર પણ પડી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube