ગુજરાતની ધરતી ભઠ્ઠીની જેમ તપશે, આ દિવસોમાં કામ વગર બહાર નીકળ્યા તો પાપડની જેમ શેકાઈ જશો
Gujarat Weather Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદ પછી હવે લોકોને આગન ગોળા વરસાવતી ગરમીમાં શેકાવામાં તૌયાર થઈ જવુ પડશે... આજે અને આવતી કાલે અમદાવાદમાં પડશે કાળઝાળ ગરમી... હવામાન વિભાગે જાહેર કર્યં છે ઓરેન્જ અલર્ટ... ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર...
Gujarat Weather Update : ગુજરાતમાં કમોસમી વરસાદ પછી હવે લોકોને આગના ગોળા વરસાવતી ગરમીમાં શેકાવા માટે તૌયાર થઈ જવુ પડશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી વ્યક્ત કરી છે. આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અને કોર્પોરેશને એલર્ટ આપ્યું છે. આ દિવસોમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાની આગાહી છે. ત્યારે આ ગરમીથી બચવા માટે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે અને જો તમે હીટસ્ટ્રોકના શિકાર બન્યા તો તેના લક્ષણો શું હશે.
ઉનાળામાં હવે દર વર્ષની જેમ એ સમય આવી ગયો છે જ્યારે તાપમાન મહત્તમ હોય અને શહેરીજનોને પણ ગરમીથી બચવાની જરૂર પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જેમાં 10 અને 11 મેના રોજ મહત્તમ તાપમાન રહી શકે છે.
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર : સરકારે ખાતરને લઈને કરી આ જાહેરાત
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીન અમદાવાદ મ્યુનસિપિલ કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
બપોરે કામ વગર બહાર ના નીકળવું
સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
આખુ શરીર ઠંકાય તેવા કપડા પહેરવા
AMCના અર્બન હેલ્થ સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી
ACમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો છે
RTE માં એડમિશન અપાવવા માટે શાળા નખરા કરે આ નંબર પર તાત્કાલિક ફોન કરજો
અને તમને હીટસ્ટ્રોક થયો છે તેના લક્ષણો શુ હશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગરમીની અળાઈઓ નીકળવી
પરસેવો વધારે થવો અને અશક્તિ લાગવી
માથાનો દુખાવો, ચક્કર આવવા
ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી
સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ લાગવી
ઉબકા તેમજ ઊલટી થવી
શ્રીવાસ્તવ પરિવારની લાડલી બનશે, ત્યજી દેવાયેલી દીકરીને અમેરિકન NRI દંપતીએ દત્તક લીધી
એક તરફ ગરમીથી બચવા માટે કોર્પોરેશન એડવાઈઝરી બહાર પાડી છે તો બીજી તરફ ગરમીથી લોકોને તકલીફોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે ડ્રાય આઈઝીની સમસ્યા લોકોમાં વધી રહી છે. આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખુંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતર, આંખો લાલ થવી..આ તમામ લક્ષણો ડ્રાય આઈઝના છે. જે ગરમીના કારણે થાય છે.
ગરમીની અસર ટ્રાફિકમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આખો દિવસ અને રાત્રે પણ ધમધમતા ગુજરાત કોલેજ તરફના વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા માટે કોર્પોરેશને ORSનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે સાથે જ BRTS બસ સ્ટેન્ડ પર પણ વિના મુલ્યે ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને ગાંધીનગરનું તેડું, ભાજપના સાંસદે કહ્યુ, ‘છુટ્ટા કરી દો’
થોડા દિવસોમાં ઉનાળામાં પણ ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું હતું પરંતુ હવે ફરીથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જે સારી વાત છે પરંતુ આ ગરમીથી બચવુ પણ એટલુ જ જરૂરી છે. જેથી કરીને આવનારા દિવસોમાં કોર્પોરેશનની એડવાઈઝરીને અમલમાં મુકવુ તે શહેરીજનો માટે હિતાવહ છે.