ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ! આંધી, તોફાન, વાવાઝોડું...આ જિલ્લાઓમાં મોટું જોખમ
Gujarat Weather Update: આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન! જાણો ગુજરાતના કયા જિલ્લાઓ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો.
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી, બફારો અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતુંકે, આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી, તોફાનનું જોખમ રહેશે. આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે. વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે.
મે કરતા વધારે તપશે જુન-
શરીર સળગી જાય તેવી ગરમી પડી રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે. જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે. જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. જેમાં 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાચાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.
અંબાલાલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે. આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.
વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહીઃ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે.
ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી ઘટશે-
દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.