Ambalal Patel Prediction : દેશમાં હાલમાં જમ્મુ પાસે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાન પર સાયક્લોનિક એર સકર્યુંલેશન સર્જાતાં અમદાવાદ સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનો યોગ છે અને 50 કિમી ઝડપના પવનની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાના સંજોગો સર્જાયા છે. ગુજરાતમાં 30–50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બફારાનું પ્રમાણ વધારે હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પણ બનવાની એક દિવસ વરસાદ થઈ શકે છે. હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે. આ સાથે ગરમી પણ છે, જેના કારણે લોક્લ ક્નેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 5 દિવસ વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં રમાયેલી IPL ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.


ગુજરાત પર નહિ આવે સુનામીનું સંકટ, કાંઠાના લોકોનું રક્ષણ કરવા શરૂ કરાયો મિસ્ટી અભિયાન


ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.


ગુજરાત પર એક નહિ બે સંકટ : એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે, ફરી ચક્રવાત તબાહી લાવશે


અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હાલ પશ્ચિમી પવનો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. લોક્લ વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યની ઉત્તર દરિયાઈ પટ્ટી માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુલેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. 


અમદાવાદીઓ આ ખાતા પહેલા સાવધાન! ફેમસ KFC રેસ્ટોરન્ટના પાણીમાં મળ્યા બેક્ટેરિયા


ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસુ લક્ષદ્વીપ અને માલદિવ્સ સુધી પહોંચી ગયું છે. જોકે, કેરળ ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતા બાદ આ અંગે આગાહી કરાશે. જેથી રાજ્યમાં પણ 20મી સુધી ચોમાસું પહોંચે તેવી વકી છે.