Gujarat Weather Update: હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં ગઈ કાલે ધોધમાર વરસાદ વરસતા કડોદરા સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોરાજી, સુત્રાપાડામાં 10 ઇંચ, કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારો માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સિવાય દેશના અનેક ભાગો માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ
હવામાન ખાતા દ્વારા આજે ગુજરાતમાં અમરેલી, ભાવનગર અને વલસાડ માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત જૂનાગઢ, ગિર સોમનાથ માટે ભારે વરસાદની આગાહી દર્શાવતું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પોરબંદ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી માટે પણ વરસાદનું એલર્ટ હવામાન ખાતા દ્વારા જાહેર કરાયું છે. 


આવતી કાલે 20મી જુલાઈ માટે જુનાગઢ, અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર અને સાબરકાંઠા તથા બનાસકાંઠા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, રાજકોટ અને પોરબંદર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 21 તારીખ માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 22 તારીખ માટે બોટાદ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 


આગામી ત્રણ કલાક અંગે હવામાન ખાતાની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA


PM મોદીનો વિપક્ષની બેંગલુરુ બેઠક પર કટાક્ષ, કહ્યું- એક જમાનામાં એક ગીત મશહૂર...


બાંગ્લાદેશી યુવતીએ હિન્દુ બની અજય સાથે લગ્ન કર્યા; બાંગ્લાદેશ લઈ ગઈ, હવે એક Picથી..


દિલ્હીમાં પણ વરસાદનું એલર્ટ
રાજધાની દિલ્હીમાં પણ વરસાદનો દૌર આજે ચાલુ રહેશે. બુધવાર બાદ વરસાદ એક બે દિવસ માટે ઓછો થશે. ત્યારબાદ વીકએન્ડમાં વરસાદમાં વધારો  થશે. જો કે બફારાના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળશે. દિલ્હીમાં આજે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 22થી 23 જુલાઈ બાદ વરસાદ વધવાની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube