Gujarat Weather Forecast: ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. અત્રે જણાવવાનું કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાંથી સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ પડ્યો છે. હવામાન ખાતાએ આગામી આ સાથે આગામી પાંચ દિવસ માટે પણ આગાહી કરી છે, તો જાણી લો લેટેસ્ટ અપડેટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ આજે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.  અત્રે જણાવવાનું કે શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય છે જેના પગલે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદની પણ આગાહી છે. 


હવામાન ખાતાએ 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કાલે રાહત નિયામક આઈ એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોને તૈયારી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા પણ જણાવવામાં આવ્યું છે. 


ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 31.93 ટકા વરસાદ નોંધાયો છે જેમાંથી સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 ટકા, કચ્છમાં 39.10 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.65 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.26 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 21.52 ટકા વરસાદ પડ્યો હોવાની માહિતી છે.