Ambalal Patel Prediction : ગુજરાત પર વાવાઝોડું સંકટ હવે માથે મંડરાઈ રહ્યું છે. આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અપાયું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બિપરજોય વાવાઝોડું હવે એક્સ્ટ્રિમલી સિવયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રો મુજબ, પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. ત્યારે હવે ઝી 24 કલાક પાસે વાવાઝોડાની કુંડળી સામે આવી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડા અંગે જ્યોતિષય અવલોકન જાણવા જેવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતી નથી
જ્યોતિષાચાર્ય ડો.હેમીલ પી લાઠીયાએ વાવાઝોડાનું નક્ષત્ર અને ગ્રહો મુજબ અનુમાન કરતા કહ્યું કે, તારીખ 13 થી 15 દરમિયાન ચંદ્ર મીન અને મેષ રાશિમાં ભ્રમણ કરશે, તેમાં પણ તારીખ ૧૫ ના રોજ ચંદ્ર મેષ રાશિમાં ગુરુ અને રાહુ સાથે યુતિ કરે છે અને તા. ૧૩ રેવતિ, તા.૧૪ અશ્વિની, તા. ૧૫ ભરણી નક્ષત્ર છે અને નક્ષત્ર માલિકની સ્થિતિ પણ શુભ ગ્રહની રાશિમાં છે, શનિ કુંભ રાશિમાં સ્વંગ્રહી છે અને મંગળ કર્ક રાશિમાં શુક્ર સાથે છે. સૂર્ય બુધની યુતિ છે, નવમાંશ ગ્રહની સ્થિતિ પણ સાધારણ છે. આ સ્થિતિ જોતા વાવાઝોડાની અસર મોટી કોઈ આર્થિક નુકસાન કે માનવ હાનિ જેવું જણાતી નથી. પવન ફૂંકાવો, વાદળ છાયું વાતાવરણ કે ક્યાંક સામાન્ય વરસાદ રહે, દરિયા કિનારે થોડી અસર રહે તેમા પણ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળ પાસે દરિયા કિનારે થોડીક અસર રહે પણ મોટી ગંભીર ઘટનાની સંભાવના જેવું જણાતી નથી. યોગ્ય સૂચના માર્ગદર્શનથી સમસ્યા મોટેભાગે રાહત અપાવશે એક કહેવત મુજબ " શૂળી નો ધા સોયે સરે " જેવું રહે તેવું અનુમાન લાગી રહ્યુ છે.


અંબાલાલ પટેલની ભયંકર આગાહી : વાવાઝોડાને હળવાશથી ન લેતા


 


શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ


હવામાન વિભાગની ચક્રવાતની ચેતવણી : ઓરેન્જ એલર્ટ જાહેર, ગોમતી ઘાટના પથ્થરો ઉખડ્યા



દ્વારકાના કલેક્ટર અશોક શર્માની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. દ્વારકામાં વાવાઝોડાના સંકટને પગલે 4100 લોકોની સ્થળાંતરની જરૂર છે. જેમાં અત્યાર સુધી 1100 લોકોનું સ્થળાંતર કરાયું છે. 138 સર્ગભા મહિલાનુ પ્રભાવિત વિસ્તારમાથી સ્થળાંતર કરાશે. હજુ પણ યાદી તૈયાર કરવામા આવી રહી છે.