Ambalal Patel Prediction : ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું લેન્ડ ફોલ કરી ચુક્યું છે..મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કચ્છમાં જખૌથી ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ પ્રવેશ કર્યો અને આખી રાત વાવાઝોડાએ કહેર વરસાવ્યો. વાત અહીં પૂરી નથી થતી. આજે 16 જુને પવનની ગતિ તો ગઈ કાલ કરતાં ઘટી ગઈ છે. પરંતુ આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ,  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાની આંખ પાકિસ્તાનની બોર્ડર ને ટચ થઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાની આજની સ્થિતિ 
આજે 16મી જૂનના 2:30 કલાકે હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, આ વાવાઝોડું છેલ્લા છ કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે ઉત્તરપૂર્વ તરફ જખૌ બંદરથી 40 કિમી દૂર અને નલિયાથી 30 કિમી આગળ ગયુ છે. લેન્ડફોલ બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી. લેટેસ્ટ અપડેટ કહે છે કે, બિપરજોય વાવાઝોડું હવે નબળું પડ્યું છે. જેથી આજે પવનની ગતિ 75થી 85 કિમીની આસપાસ રહેશે. સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાશે. સાંજ સુધીમાં ડિપ્રેશન રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે.


આજે ક્યાં વરસાદની આગાહી 
આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ,  પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને અરવલ્લી પણ આજે વરસાદ પડી શકે છે.


હવે રાજસ્થાનમાં ટકરાશે વાવાઝોડું
ગુજરાત બાદ આજે રાજસ્થાનમાં બિપોરજોય વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 


બિપોરજોયે નુકસાની સર્જી 
બિપરજોય વાવાઝોડાએ રાજ્યમાં ઠેર ઠેર નુકસાનનું તાંડવ મચાવ્યું છે. ઘટાદાર વૃક્ષો ગણતરીની પળોમાં જમીનદોસ્ત થઈ ગયા. મોટી સંખ્યામાં વીજપોલ પડી ગયા. કોઈ જગ્યાએ તો વરસાદ વચ્ચે આગનું તાંડવ પણ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડાની અસરથી જોરદાર પવન ફૂંકાયો...પવન ફૂંકાતા નળિયા, પતરા અને વૃક્ષને નુકસાન થયું. અમરેલી, દ્વારકા, બનાસકાંઠા, અને કચ્છમાં પતરા અને નળિયા તૂટી ગયા હતા...જોરદાર પવન ફૂંકાતા નુકસાન થયું છે. તો કચ્છમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 


કચ્છમાં 191 વીજપોલ પડ્યા 
વહેલી સવારના 2 વાગ્યાથી સતત કચ્છમાં ભારે વરસાદ રહ્યો. જેમાં અત્યાર સુધીમાં 191 વીજપોલ પડી ગયાની ઘટના સામે આવી છે. તો 304 વૃક્ષ કચ્છ જિલ્લામાં પડ્યા હોવાના અહેવાલ છે. હજુ પણ મોડી રાત્રે નોંધાયેલ ભારે પવન સાથેના વરસાદ બાદ નુકશાની વધે તેવી શક્યતા છે. ગાંધીધામ, ભુજ, મુન્દ્રામાં સૌથી વધુ વરસાદની અસર થઈ છે. નખત્રાણા, લખપત અને અબડાસાના કાંઠા વિસ્તારોમા મોડી રાતથી ભારે પવન ફૂંકાયો હતો. 


આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે વાવાઝોડા બાદની સ્થિતિ પર બેઠક કરશે. સવારે 10 વાગ્યે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે બેઠક મળશે. અધિકારીઓ સાથે બેઠક કરી સીએમ સ્થિતિની જાણકારી મેળવશે. બિપરજોય વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની  સમીક્ષા કરશે. તદુપરાંત રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી નિર્દેશો પણ આપશે. 


બિપરજોયના કારણે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર વડોદરાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, અરવલ્લી, મહેસાણાની શાળાઓમાં પણ આજે રજા જાહેર કરાઈ છે. બિપરજોય વાવાઝોડા પછી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે શાળાઓમાં રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.