Ambalal Patel Prediction : હવેના બે દિવસ ગુજરાત માટે અતિ ભારે છે. કારણ કે, બિપોરજોય વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હવે દિશા બદલીને જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો ભયાનક આગાહી કરીને કહી દીધું કે, આ વાવોઝાડું વિનાશ લાવશે અને કારો કેર વર્તાવશે. ત્યારે હવે હવામાન વિભાગે પણ આગાહી કરીને લોકોને સતર્ક કર્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, આવતીકાલે સાંજે સૌથી વધુ અસર થશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા જામનગર મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું કે, આવતીકાલે સાંજે કચ્છના જખૌ પોર્ટની નજીક સાયકલોન ટકરાશે. આવતીકાલે સાંજે ચક્રવાત ટકરાશે. આ સમયે ૧૨૫-૧૩૫ કિમી ઝડપે પવન ફૂંકાશે. આ સમય દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ જે વરસાદ છે, તે સૌરાષ્ટ્ર કચ્છમા સામાન્ય વરસાદ હશે. પરંતુ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પોરબંદર, મોરબી, રાજકોટ, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સાંજે ૪ થી ૮ વાગ્યા વચ્ચે વાવાઝોડાનુ લેન્ડફોલ થઈ શકે છે. ૧૨૫-૧૩૫ કિમી ની ઝડપે પવન ફૂંકાશે. ફોરકાસ્ટ પ્રમાણે વેરી સીવીયર સાયક્લોનિક છે, ધીરે ધીરે આગળ હવેની ગતિ ઘટશે. હાલ ૩ કિમીની ઝડપે સાયક્લોન સતત આગળ વધી રહ્યું છે. 


આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે


વાવાઝોડાએ ચોથી વાર દિશા બદલી, દરિયામાં કેમ આઘુપાછું થઈ રહ્યું છે બિપોરજોય, જાણો


વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : પોરબંદરથી દૂર ખસ્યું, ગુજરાતના આ વિસ્તારમાં સીધુ ત્રાટકશે


અરબ સાગર બન્યું વાવાઝોડાનું હોટસ્પોટ : બે દાયકામાં વાવાઝોડાની સંખ્યામાં 52% નો વધારો