Gujarat Weather Forecast : છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો હતો. જો તમે વરસાદથી કંટાળ્યા છો તો જાણી લો હવામાન વિભાગની આ આગાહી પણ આવી ગઈ છે. ગુજરાતીઓ માટે  રાહતના સમાચાર એ છે કે, આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આજે ગુજરાતમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ રહેશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. આજે સવારથી ગુજરાતના કોઈ જિલ્લામાં વરસાદ નહિવત છે. ક્યાંક છુટોછવાયો વરસાદ રહ્યો છે. આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.


ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની


આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દિવસોમાં વલસાડ, ભરૂચ,  બનાસકાંઠા જેવા વિસ્તારોમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. આજે મંગળવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ દિવસોમાં અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદ રહી શકે છે. અત્યાર સુધીનો ગુજરાતમાં સીઝનલ વરસાદનો 83% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ વરસાદ 20 % વધુ વરસાદ રહ્યો, કુલ 120 % વરસાદ પડ્યો છે.


ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય


ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ કેટલો? (22 જુલાઈ 2023ની સ્થિતિએ)
કચ્છ            132.37%
સૌરાષ્ટ્ર            105.05%
ઉત્તર ગુજરાત        61.02%
દક્ષિણ ગુજરાત        57.60%
મધ્ય ગુજરાત        55.30%
ગુજરાત            71.67%


તથ્યની બહેનપણીઓ પાર્ટીઓમાં ધુમાડા ઉડાડતી, દારૂ પાર્ટીની તસવીરોથી ભરેલા છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ


ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ નોંધાયો
વરસાદના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 78% વરસાદ વરસ્યો છે. કચ્છમાં 124%, સૌરાષ્ટ્રમાં 100% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં 58%, દક્ષિણ ગુજરાતમાં 54% વરસાદ રહ્યો. તેમજ મધ્ય ગુજરાતમાં 53% જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 143 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કચ્છમાં 124 ટકા, ગીર સોમનાથમાં 118 ટકા વરસાદ રહ્યો. રાજકોટમાં 104 ટકા, જામનગરમાં 101 ટકા વરસાદ રહ્યો. દેવભૂમિ દ્વારકામાં 100 ટકા, પોરબંદરમાં 95 ટકા નોંધાયો. ભાવનગરમાં 89 ટકા, બોટાદમાં 88 ટકા વરસાદ, બોટાદમાં 88 ટકા, અમરેલીમાં 80 ટકા વરસાદ, મોરબીમાં 65 ટકા, સુરેન્દ્રનગરમાં 64 ટકા વરસાદ રહ્યો. આમ, ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ નોંધાયો.


સરકારી નોકરીની વધુ એક ઓફર, આ વિભાગમાં ભરતીનું આખુ લિસ્ટ બહાર પડ્યું