ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતી યુવકનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની શક્યતા

America Visa : ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં હવે મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું 

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતી યુવકનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની શક્યતા

Study Abroad : કેટલાય મોત, અને ખતરનાક રુટ હોવા છતા ગુજરાતીઓ ગેરકાયદેસર અમેરિકા જવાનું સપનુ પડતુ મૂકતા નથી. આજે પણ અનેક ગુજરાતીઓ એવા છે જેઓ આ રસ્તે નીકળી પડતા હોય છે. જ્યારે તેમનો પરિવાર સાથે સંપર્ક કપાય છે ત્યારે અહી ગુજરાતમાં માલૂમ પડે છે. એજન્ટની માયાજાળમાં ફસાઈને ગુજરાતીઓ અમેરિકાનો મોહ લગાવે છે. ત્યારે ડિસેમ્બરમાં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા અને ગુમ થયેલા 9 લોકો મામલે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે. આ મુદ્દે મહેસાણા પોલીસે વધુ એક એજન્ટી ધરપકડ કરી છે. 

ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં હવે મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું છે. ગુમ યુવકોની ભાળ મેળવવા માટે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે.

આ કેસમાં એસઓજી ટીમે મહેસાણાના શૈલેષ પટેલ નામના વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. તો પહેલા ધરપકડ કરાયેલ એજન્ટ દિવ્યેશ પટેલ પાંચ દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ પૂછપરછમાં તેણે કહ્યુ હતું કે, તમામ લોકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં બંધ છે. હાલ આ કેસમાં અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડીનો કોઈ અત્તોપત્તો નથી, પોલીસ તેને શોધી રહી છે. 

ફ્રાન્સની જેલમાં કેટલા ગુજરાતીઓ, તેનો રિપોર્ટ માંગ્યો 
અમેરિકા જવા નીકળેલા 9 વ્યક્તિ ગુમ થયા મામલે વધુ એક એજન્ટની ધરપકડ કરી છે. આ કેસમાં એજન્ટ શૈલેષ જયંતીભાઈ પટેલની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રિમાન્ડ પર રહેલા દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીએ પોલીસને તમામ 9 લોકો ફ્રાન્સ પકડાઈ ગયા હોવાની વાત કરી રહ્યો છે. 9 ગુજરાતી યુવકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં બંધ હોવાની વાત દિવ્યેશ પટેલે કરી છે. ત્યારે મહેસાણા એસઓજી દ્વારા સીઆઇડી ક્રાઇમ મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો હતો. સેન્ટ માર્ટિસ જેલ ફ્રાન્સની હદમાં આવતી હોવાથી ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછલા કેટલાક મહિનાઓમાં ભારતના કોઈ નાગરિકોને પકડવા માં આવ્યા છેકે નહીં તેનો રિપોર્ટ માંગ્યો છે. 

એજન્ટ વિજય મોન્ટુ અમેરિકાથી એક્ટિવ
મહેસાણાના હેડૂવાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 ઈસમો ગુમ થયાનો મુદ્દો હવે સળગતો મુદ્દો બન્યો છે. શૈલેષ પટેલ નામના બીજા એજન્ટની sog પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલ અને શૈલેષ પટેલ 5-5 દિવસના રિમાન્ડ પર છે. તેમજ એજન્ટ 13 વર્ષથી અમેરિકા રહેતા વિજય મોન્ટુના મૂળ સુધી પહોંચવા sog પોલીસના પ્રયત્નો ચાલુ છે. વિજય ઉર્ફે મોન્ટુના માતાપિતાનું પણ ઓન કેમેરા નિવેદન લેવાયું છે. આણંદના નાપાડ તળપદા ખાતે વિજય ઉર્ફે મોન્ટુના માતા પિતા રહે છે. Sog પોલીસ દ્વારા પેટલાદનું આસી, આણંદનું નાપાડ તળપદા, નડિયાદ અને અમદાવાદ રાણીપમાં તપાસ કરાઈ છે. આજે પણ sog પોલીસ શૈલેષ પટેલ અને દિવ્યેશ પટેલને લઈને અમદાવાદ તપાસ કરી રહી છે. 

આ કેસમાં અસંખ્ય એજન્ટ છે. જેઓ વિવિધ રુટમાં વિવિધ કડી તરીકે કામ કરે છે. પકડાયેલા એજન્ટ દિવ્યેશ પટેલના પિતા મનોજ પટેલે ખુલાસો કર્યો કે, મારો દીકરો જેલમાં જતા અમેરિકામાં રહેતા એજન્ટ વિજય પટેલ પુરાવા આપશે. આ તમામ 9 યુવકોને પરત લાવવાની કામગારી મોન્ટુ પટેલના માણસો દ્વારા કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news