Ambalal Patel Monsoon Prediction : જુલાઈ મહિનામાં ભારે વરસાદ રહ્યો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત શાનદાર થઈ છે. ભારે વરસાદમાં રાહત મળતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. તેથી હાલ તમે તમારા મહત્વના કામ પૂરા કરી શકો છો. સાથે જ જો ફરવા જવાનું પ્લાન કરતા હોવ તો પણ આ સમયમાં તમારા કામ પતાવી દો. કારણ કે, અઠવાડિયા બાદ ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થશે. જેમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ રાજ્યમાં પાંચ દિવસમાં ભારે વરસાદી વાતાવરણ ન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, દરિયામાં કરંટ હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન ઊતરવા માટે ચેતવણી આપવામાં આવી છે.


ગુજરાતમાંથી નીકળી શકે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, ઘડાઈ રહ્યો છે તખતો


4 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો પૂર્વી વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. ડિપ્રેશન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેથી ગુજરાતમાં હાલ વરસાદમાં રાહત મળી છે. 



હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 


Driving License અંગે મહત્વના સમાચાર, 100 ટકા વધારી દેવાઈ ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ


આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ આવી શકે છે. ગુજરાતના પૂર્વી વિસ્તારમાં છુટા છવાયા મધ્યમ ઝાપટા આવી શકે છે. વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ જઈ રહી હોવાથી હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલું ડિપ્રેશન પણ ઉત્તર પૂર્વ તરફ જઈ રહ્યું હોવાથી હાલ ગુજરાતમાં કોઈ ખાસ અસર નથી. હાલના સમયે જરૂરિયાત કરતા 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માત્ર 2 મહિનામાં જ સિઝનનો 80 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 136 ટકા તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ નોંધાયો. તો દક્ષિણ ગુજરાતમાં 70 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. 


કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ